બનાસકાંઠામાં વીજળી પડવાના કારણે એક ખેડૂતનું મોત

PC: The Knowledge

ગઈ કાલે રાત્રે બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો, આ વરસાદની ઘટનામાં બનાસકાંઠાના થરાદ નજીક આવેલા ગામમાં એક ખેડૂત પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ, વીજળી પડવાના કારણે ખેતરમાં રહેલા બે પશુઓના પણ મોત નીપજ્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતની લાસને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

એક રીપોર્ટ અનુસાર ગઈ કાલે રાત્રે બનાસકાંઠાના કેટલાક સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજ વીજ સાથે પડેલા વરસાદના કારણે કેટલાક ઘરોની છત પણ ઉડી ગઈ હતી. ત્યારે બનાસકાંઠાના થરાદમાં આવેલા ચાંગડા ગામે વીજળી પડવાના એક ખેડૂતનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જ્યારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે ખેડૂત દાનાભાઈ પટેલ તેમના ખેતરમાં બાંધેલા પશુઓને સુરક્ષિત જગ્યા પર લઇ જવા માટે જઈ રહ્યા હતા, ત્યારે વીજળી તેમના પર પડી હતી અને તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. વીજળી પડવાની ઘટનામાં ખેડૂત દાનાભાઈ પટેલ જે પશુઓને બચાવવા માટે જતા હતા તે બે પશુઓના પણ મોત નીપજ્યા હતા.

આ ઘટનાની જાણ સવારે પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતા અને પ્રાથમિક તપાસ કરીને ખેડૂત દાનાભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ ભારે પવનની સાથે પડેલા વરસાદમાં કેટલાક ખેડૂતો પોતાનો બાજરીનો પાક નિષ્ફળ જવાના ભીતિ સેવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp