સાબર ડેરીમાં ચૂંટણી પહેલા જ આવ્યો નવો વળાંક

PC: youtube.com

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીમાં કયા ઉમેદવારને મેદાને ઉતારવો તેની વિચારણા કરી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા સહકારી માળખાની ચૂંટણીને લઈને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે કારણકે સાબર ડેરીમાં ચૂંટણી યોજવાની જાહેરાત થવાની સાથે જ 117 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 69 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા હતા. આ ફોર્મ પરત ખેંચવાના કારણે 12 ડિરેક્ટર બિનહરીફ ચૂંટણી જીત્યા છે. ત્યારે હવે આગામી 10 દિવસોમાં 4 ઝોનમાં ચૂંટણીની પ્રક્રિયા થશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી સાબર ડેરીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ત્યારે હવે આ વર્ષે ચૂંટણીની જાહેરાત થતા 12 ઝોનના ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાયા હતા. જેના કારણે સાબર ડેરીમાં 4 ઝોનના 10 ઉમેવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

ચૂંટણી સમિતિના સભ્યએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, 69 ફોર્મ પરત ખેંચાતા 12 ઝોન બિનહરીફ ચૂંટાયા છે. જેના કારણે 4 ઝોનની ચૂંટણી કરવાની છે. આ 4 ઝોનમાં ઝોન નંબર 7, 8, 9, 13માં 10 ઉમેદવારો વચ્ચે ચૂંટાણી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp