પાટણમાં એક યુવાનને GSTની 1.96 કરોડની નોટીસ મળી, 11 કંપનીઓ હોવાનો ઉલ્લેખ

PC: twitter.com

ગુજરાતના પાટણના સમી તાલુકામા આવેલી દુદખા ગામમાં રહેતા અને મિસ્ત્રીનું કામ કરતા સુનિલ સથવારા નામના યુવાનને બેંગલુરુ  GST વિભાગ તરફથી નોટીસ મોકલવામાં આવી છે. જેમાં 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનું કહેવાયું છે. સાથે નોટિસમાં એવો ઉલ્લેખ છે કે સુનિલ સથવારાની દેશ-વિદેશમાં 11 કંપની ચાલે છે.

આ નોટિસ મળવાને કારણે સથવારા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ પરિવાર મજૂરી કામ કરે છે અને આટલા રૂપિયા વિશે ક્યારેય સાંભળ્યું પણ નથી.સુનિલ સથવારાએ જયારે તપાસ કરી તો ખબર પડી કે કોઇકે તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ફ્રોડ કર્યું. સુનિલ સાયબર ક્રાઇમ અને ગૃહ મંત્રાલયને  ફરિયાદ કરી છે.

સુનિલનું કહેવું છે કે આ કંપનીઓ વિશે તેને કોઇ વાતની ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp