26th January selfie contest

ધવલસિંહના રાજીનામા પછી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી આ માગ

PC: facebook.com/pg/32Bayadvidhansabha

રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટીંગ કર્યું હતુ. ત્યારબાદ બંનેએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતુ. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસ પર ઘણા આક્ષેપો કર્યા હતા. ધવલસિંહ ઝાલાએ કહ્યું હતું કે, કાર્યકર્તાઓની માંગણીને લઈને પાર્ટી ઓફિસ જતા હોય, જ્યારે પણ કોઈ ચર્ચા કરતા હોય ત્યારે જેણે પાર્ટી વિરુદ્ધ કાર્ય કર્યું છે, એવાને બાજુની ખુરશીમાં બેસાડીને ચા પીવડાવવામાં આવતી હોય છે. જે કાર્યકર્તાઓએ નાનપણથી પાર્ટી સાથે વફાદારીથી કામ કર્યું હોય. તેવા કાર્યકર્તાને બેસવા માટે ખુરશી પણ ન આપવામાં આવતી હોય. આવા પ્રકારની જૂથબંધીવાળી નેતાગીરીથી હું ત્રાહિમામ થઈ ગયો હતો.

રાજીનામું આપ્યા પછી બાયડના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધવલસિંહ ઝાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ધવલસિંહ 15 કરોડમાં વેચાયા હોવાનાં આક્ષેપો કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા હતા. બાયડની બેઠક પર યોજાનાર પેટા ચૂંટાણીને લઇને અત્યારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બાયડમાં કોંગ્રેસના કાર્યકર્તાઓના યોજાયેલા સંમેલનમાં કોંગ્રેસના કાર્યકતાઓએ બાયડની પેટાચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ઉભા રાખવાની માંગણી કરી હતી. જો કોંગ્રેસ દ્વારા કોઈ પેરાશૂટ ઉમેદવાર ટિકિટ આપવામાં આવશે તો સામુહિક રાજીનામાંની ચીમકી કાર્યકર્તાઓએ ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પડી ભાંગી છે કારણ કે, આ કહેવાનું કારણ એ છે કે, લોકસભાની ચૂંટણી સમયે ટિકિટ ન મળતા કોંગ્રેસના કેટલાક નેતાઓએ પક્ષ સામે બળવો કર્યો હતો. ત્યારે બાયડની વિધાનસભાની સીટ ખાલી થતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ અત્યારથી જ સ્થાનિક ઉમેદવારની માંગણી કરીને પક્ષ સામે ચીમકી ઉચ્ચારી રહ્યા છે. 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp