CMના હસ્તે રાજ્યના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ. 5 કરોડની રકમનો ચેક એનાયત

PC: facebook.com/vijayrupanibjp

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યુ કે, રાજ્ય સરકાર ધારાશાસ્ત્રીઓની હંમેશાં પડખે રહી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રજુઆત ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ધારાશાસ્ત્રીઓના વેલફેર અર્થે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને ફંડ આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે ગુજરાતના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ. 5 કરોડની માતબર રકમનો ચેક ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તથા એક્ઝીક્યુટીવ કમીટીના સભ્યોને CM વિજય રૂપાણીના હસ્તે એનાયત કરાયો હતો

મંત્રી પ્રદિપસિંહ જાડેજા એ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ધારાશાસ્ત્રીઓના પરિવારજનોને સમયસર મૃત્યુ સહાય અને માંદગી સહાય મળી રહે તે હેતુસર CM વિજય રૂપાણી નાયબ CM નીતિન પટેલના દુરંદર્શી નેતૃત્વ હેઠળ કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નાણાંકીય વર્ષ સને 2020-2021ના અંદાજપત્રમાં ગુજરાત રાજ્યના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ. 5 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને કારણે રાજ્ય સરકારની કરકસરની નીતિ હોવા છતાં, ગુજરાતના CM વિજય રૂપાણી તથા નાયબ CM નીતિન પટેલ દ્વારા ધારાશાસ્ત્રીઓ પ્રત્યેના ઉદાર વલણને કારણે ગુજરાતના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ. 5 કરોડની માતબર રકમનો ચેક આપવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, બાર કાઉન્સિલ દ્વારા ધારાશાસ્ત્રીઓના વેલફેરના ફંડ માંથી મૃત્યુ પામતા ધારાશાસ્ત્રીના પરિવારજનોને મૃત્યુસહાય આપવામાં આવે છે. તેમજ ગંભીર પ્રકારની બીમારીમાં ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય આપવામાં આવે છે. તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ધારાશાસ્ત્રીઓને વેલફેર ફંડ માથી મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયની રકમો ચુકવવામાં સહાયરૂપ થવા માટે રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને આ ચેક એનાયત કરાયો છે.રાજ્ય સરકાર દ્વારા ધારાશાસ્ત્રીઓની રૂ. 5 કરોડની સહાય આપવાથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જે ધારાશાસ્ત્રીઓના પરિવારજનોને મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયની ચુકવવાની બાકી છે તેઓને સત્વરે સહાય ચૂકવી શકાશે તેમ તેમણે ઉમેર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp