પ્રેમ સ્ટોરીનો કરુણ અંજામઃ પ્રેમીએ અંધ પ્રેમિકાની હત્યા કરવાનો રચ્યો કારસો

PC: scoop.it

મહેસાણા જીલ્લાના બહુચરાજીમાં અંધ પ્રેમી દ્વારા અંધ પ્રેમીકાને સળગાવવાનો પ્રયાસ બહુચારજી ગામમાં ચકચાર મચાવી દીધો છે. વાત એવી છે કે બહુચરાજી મંદિરમાં આવેલી ધર્મશાળામાં પ્રેમીપંખીડા રોકાયા હતા. તેમજ યાત્રિક ભવનમાં 04 ડીસેમ્બરના રોજ પરમાર લાલુભાઈ જે સુરેન્દ્રનગર જીલ્લાના રાજસીતાપુરના રહેવાસી છે અને તારાબેન ટુંડિયા લાંભા અમદાવાદમાં રહે છે. બંને પ્રેમીપંખીડા ધર્મશાળા ની 108 નંબરની રૂમમા રોકાયા હતા. રાત્રે 12 વાગ્યાની આજુબાજુ બુમાબુમ કરતા ધર્મશાળાનો સ્ટાફ જ્યાંથી અવાજ આવતો હતો તે રૂમમાં ગયો. ત્યાં જઈને સ્ટાફને જોવા મળ્યું કે બંને સળગતા હતા તેથી તેમને બચાવવાનોનો પ્રયાસ કરવામાં આવ્યો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઈજાઓ થવાથી તેમને મહેસાણાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

બહુચરાજી પોલીસને આ બાબતે જાણ કરતા બહુચરાજી પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને રૂમ તપાસ કરી હતી. રૂમમાં સોફા સેટ તેમજ બેડ સળગી ગયો હતો તેમજ લાઈટ બોર્ડ પણ સળગી ગયું હતું. પોલીસને પહેલાં તો એવું લાગ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે, પણ રૂમની દિવાલો પર લોહી જોઈ અને રુમની બહાર પણ લોહીનો રેલો જોતા બંને વચ્ચે કંઈક અણબનાવ બન્યો હોવાની શંકા ગઈ હતી.તેમજ વધારે તપાસ કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી હતી. તેમજ બંનેની અલગ અલગ પૂછપરછ કરવામાં આવતા કેસમાં એક નવો વળાંક આવ્યો હતો.

જો કે અંધ પ્રેમિકાએ અંધ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, તેને ઘરે જવાની ઉતાવળ હતી તેથી પ્રેમીએ તેને પકડી લીધી અને છરી વડે ઘા મારી કેરોશીન નાંખી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે યુવતીના શરીર પર છરીના ઘા તેમજ રૂમમાંથી કેરોશીનની બોટલ તેમજ અન્ય પુરાવા એકઠા કર્યા હતા. પોલીસે અત્યારે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોધ્યો છે. જો કે તમને જણાવી દઈએ કે આ બંને અંધ પ્રેમીઓના લગ્ન થઈ ગયા છે. તેમજ પોલીસે યુવકની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે અંધ પ્રેમિકા સિવાય પણ અંધ યુવાનને અન્ય ત્રણ મહિલા સાથે પણ લફડા હોવાનું જાણવા મળ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp