અરવલ્લીમાં બૂટલેગરે પોલીસકર્મીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો

PC: youtube.com

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક રીતે પાલન કરવામાં આવે છે. જો કે કેટલાક બૂટલેગરો સરકારના આ કાયદાના ઘજાગરા ઉડાળીને બીજા રાજ્યોમાંથી દારૂની સપ્લાય કરી ગુજરાતમાં દારૂનું વેચાણ કરે છે. કેટલીક વાર પોલીસના ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પોલીસના હાથે ઝડપાઈ જાય છે. જેના કારણે ગુજરાતમાં દારૂ વેચવાના બૂટલેગરના મનસૂબા પૂરા થતા નથી. પોલીસ દારૂ પકડતી હોવાના કારણે કેટલીક વાર બૂટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો અરવલ્લીમાં બન્યો છે કે, જ્યાં બૂટલેગરને દારૂની ખેપ મારતા પોલીસ દ્વારા અટકાવતા બૂટલેગરે પોલીસકર્મીને કાર નીચે કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીને સામાન્ય ઈજાઓ થઈ છે.

આ ઘટના બાબતે વિગતવાર વાત કરવામાં આવે તો અરવલ્લીના શામળાજી ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસકર્મીને રાજસ્થાન તરફથી આવતી એક કાર શંકાસ્પદ લગતા પોલીસકર્મીએ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરતું કાર ચાલકે પોલીસકર્મીને કચડી નાંખવાનો પ્રયાસ કરતા કારચાલકે કારથી પોલીસકર્મીને ટક્કર મારી હતી. જેના કારણે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસકર્મીને ટક્કર માર્યા બાદ કારચાલક બચવા માટે પોતાની કાર ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારની તપાસ કરતા પોલીસકર્મીને કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે કાર અને દારૂનો મુદ્દામાલ કબજે કરી ઓન ડ્યૂટી પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટેની કવાયત શરૂ કરી હતી.

ઘટનાના થોડા સમયમાં જ પોલીસે એક આરોપીને ઝડપી પડ્યો હતો. આ આરોપી બૂટલેગરે કોના કહેવાથી અથવા તો કયા કારણે પોલીસકર્મીને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. એ બાબતે બૂટલેગરની પૂછપરછ હાથધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp