ડીસા શાકમાર્કેટ યાર્ડમાં વેપારીઓએ પોલીસકર્મીઓને ધક્કે ચડાવ્યા, જાણો કારણ

PC: Youtube.com

બનાસકાંઠાના ડીસા શાકમાર્કેટ યાર્ડમાં સેસના રૂપિયાને લઈને હોબાળો થયો હતો. આ હોબાળા દરમિયાન ગેટમેન અને વેપારીઓ વચ્ચે મારમારીની દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનામાં વેપારીને ધોકા વડે માર મારવાના પણ આક્ષેપો ગેટમેન અને સિક્યોરિટી પર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા વેપારીને ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ડીસા શાકમાર્કેટ યાર્ડમાં ગરીબ વેપારીઓ પાસેથી મોટો ટેક્સ વસૂલવામાં આવે છે. જે સેસની રકમ વેપારી પાસેથી લેવામાં આવે છે તેમાં એકાએક વધારો કરવામાં આવે છે. જેના કારણે જે નાના વેપારીઓ શાકભાજીની ખરીદી કરવા માટે આવે છે.

નાના વેપારી પાસેથી વધારે સેસની રકમ લેવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે વેપારીઓ આ વાતનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. તે સમયે ગેટમેન અને વેપારીઓ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા.

આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવા માટે કોશિસ કરી હતી. પરંતુ રોષે ભરાયેલા વેપારીઓએ પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું અને પોલીસકર્મીઓને પણ ધક્કે ચડાવ્યા હતા. આટલી મોટી ઘટના બન્યા છ્ત પણ માર્કેટયાર્ડના સત્તાધીસો માર્કેટમાં આવ્યા ન હતા. આ મામલે જોવાનું એ રહે છે કે, આ લડતમાં વેપારીઓની માગ પૂરી કરવામાં આવશે જે પછી વેપારીઓને સેસની વધારે રકમ ચૂકવવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp