જૂનું બધુ ભૂલી જાવ, સરપંચથી લઈને બધે ભાજપ હોવું જોઈએઃ નીતિન પટેલ

PC: divyabhaskar.co.in

પાટણથી પસાર થતા પાટણ-ડીસા હાઈવે પર નવજીવન ચાર રસ્તા પર રૂ. 27 કરોડના ખર્ચે તૈયાર થનારા ફ્લાય ઓવરના ભૂમિપૂજન માટે ઉપસ્થિત રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રજાને ફરી રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે નીતિન પટેલે પટેલ સમાજને કહ્યું હતું કે, જૂનું બધુ ભૂલી જાવ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને જોઈએ એટલી સબસીડીની સુવિધા મળશે. આ સાથે તેમણે લોકોને ટકોર પણ કરી હતી કે, જૂનું બઘું ભૂલી જાવ સરપંચથી લઈને દરેક જગ્યાએ ભાજપ હોવું જોઈએ. જ્યારે કંઈક સારું થતું હોય ત્યારે પાટણ એનાથી અલગ રહે એવું ન ચાલે.

બીજી તરફ ધારાસભ્યના ઘરણાને રાજકારણનો અખાડો ગણાવ્યો હતો. પાટણના માર્કેટિંગ યાર્ડ ખાતેના આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ઊંઝા-કડી-મહેસાણાની માફક પાટણ માર્કેટિંગ યાર્ડને પણ સરકાર અનેક સુવિધા અને સબસીડી આપીને વેપારીઓ માટે સુલભ બનાવશે. જેનો લાભ ખેડૂતોને પણ મળશે. ખેડૂતોએ અગાઉ ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી સુવિધા માર્કેટિંગ યાર્ડમાંથી મળી રહેશે. બીજી તરફ વિરાટ કદના શેડ તૈયાર કરવા પણ સરકાર મદદ કરશે. નીતીન પટેલે ઘારાસભ્ય કિરિટ પટેલનું નામ લીધા વગર ટોણો માર્યો હતો. તેમણે ઉમેર્યું કે, પ્રજા સાથે કોઈ રમત ન કરવાની હોય એમની સેવા કરવાની હોય.

નીતિન પેટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ચૂંટાયેલા સભ્યએ દેખાડો ન કરવાનો હોય લોકોને કડીરૂપ થવાનું હોય. લોકો સાથેની કડી તોડવાની ન હોય. 1000 કિલો ગોળ અને 350 કિલો ચિકીથી નીતિન પટેલ તથા વિનોદ ભાઈ પટેલ (મહેસાણા જિલ્લા બેન્ક ચેરમેન)નું સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ ગોળ અને ચિકી આંગણવાડીના અને પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. નવજીવન ચાર રસ્તા નજીક 706મી. લાંબો ફ્લાય ઓવરબ્રીજ તૈયાર થશે જેની બંને તરફ એપ્રોચ રોડ અને સર્વિસ રોડ બનાવવામાં આવશે. જે આગામી 18 મહિનામાં તૈયાર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp