નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, ભાજપમાં નેતાઓ દલાલી કરીને કરોડપતિ બની ગયા
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ તેમના બોલકા સ્વભાવ માટે જાણીતા છે. નીતિન પટેલ એક શાળાના નવા મકાનના ઉદઘાટન કાર્યક્રમમાં ગયા હતા જ્યાં તેમણે સ્ફોટક નિવેદન આપ્યું હતું. પટેલે કહ્યું કે, ભાજપમાં નેતાઓ દલાલી કરીને કરોડપતિ બની ગયા છે. રાજકારણમાં દલાલો વધી ગયા છે.હું ભાજપનો કાર્યકર છુ, હું ભાજપનો હોદ્દેદાર છું, હું ભાજપનો નેતા છું એમ કરીને ઓળખાણ આપે અને અધિકારી ફટાફટ કામ કરી આપી. આમ ભાજપના કાર્યકરો પોતાના અગંત કામ કરાવી લે છે. પહેલા જમીન દલાલો બાઇક પર ફરતા અને પાનના ગલ્લે બેસતા આજે બધા રાજકારણમાં ઘુસી ગયા છે અને કરોડોની કમાણી કરે છે.
આ નિવેદનથી વિવાદ વધી જતા નીતિન પટેલે x પ્લેટફોર્મ પર ચોખવટ કી કે આ નિવેદન બધા જ જમીન દલાલોને લાગૂ પડતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp