અંબાલાલનો મોટો પુત્ર તબીબ તરીકે અમદાવાદ, તો નાનો પુત્ર મોડાસામાં નિભાવે છે ફરજ

PC: wp.com

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે પોતાના વહાલસોયા પુત્રોને પણ આવી મહામારીમાં સેવા માટે મોકલી આપી અરવલ્લીના એક ખેડૂત સાચા અર્થમાં રાષ્ટ્રસેવામાં સહભાગી બન્યા છે. વાત છે, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કાસવાડા ગામના ધરતીપુત્ર અંબાલાલ શિવાભાઇ વાળંદની. જેમનો મોટો પુત્ર ડૉ. અંનતભાઇ વાળંદ અમદાવાદના બોપલ વિસ્તારમાં પોતાની આઇ.સી.યુ. અને ટ્રોમા સેન્ટર સાથેની સજ્જ હોસ્પિટલ કાર્યરત્ છે, જે રાજ્ય સરકાર દ્વારા COVID-19 હોસ્પિટલ જાહેર કરાઈ છે. જ્યાં તે કોરોના પોઝિટિવ દર્દીઓની અહર્નિશ સેવા કરી રહ્યો છે.

તો બીજી તરફ, અંબાલાલભાઈનો નાનો પુત્ર ભાવેશ પાંચ માસ અગાઉ જ માલપુર તાલુકાના સાતરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન ભારત કેન્દ્રમાં સી.એચ.ઓ. તરીકે જોડાયો છે. અરવલ્લી જિલ્લામાં રાજય સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી મોડાસાની ભાગ્યલક્ષ્મી COVID-19 હોસ્પિટલમાં ભાવેશને કામગીરી સોપવામાં આવી છે.

આ અંગે વાત કરતા અંબાલાલભાઈ કહે છે કે, ‘મોટો દીકરો તેનાં પત્ની અને એક પુત્રને અહીં વતનમાં જ મૂકીને અમદાવાદમાં પોતાની ફરજ નિભાવી રહ્યો છે, તો મારો નાનો દીકરો તો અહીં મારી પાસે જ હોવા છતાં તેની જોડે બેસીને વાત નથી કરી શકતો. આજની આ કપરી પરિસ્થતિમાં રાષ્ટ્રની રક્ષા અને સેવા પહેલાં. કારણ કે, જનસેવા એ જ સાચી પ્રભુસેવા છે ને અને એટલા માટે તો બંને આરોગ્યના ક્ષેત્રે કાર્યરત્ છે.’

સલામ છે, આવાં સંતાનો અને તેમનાં રાષ્ટ્રપ્રેમી માતા-પિતાને…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp