અમરેલીમાં સુતેલા બે વર્ષના બાળકને દિપડો ગળામાંથી પકડીને ઉંચકી ગયો

PC: deshgujarat.com

ગુજરાતના અમરેલીમાં રવિવારના રોજ દિપડાના હુમલામાં બે વર્ષના બાળકનું મોત થયું છે. અમરેલી ગામમાં એક સપ્તાહમાં જાનવરના હુમલામાં બાળકોના મોતની આ ત્રીજી ઘટના છે. આ પહેલા સોમવારે દિપડાના હુમલામાં એક ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. તેના આગલા દિવસે મંગળવારે સિંહે પાંચ મહિનાના બાળકને મારી નાખ્યું હતું.

હાલની ઘટના રાજુલા રેન્જ ફોરેસ્ટ હેઠળ આવતા કતાર ગામમાં થઇ હતી. ઘટના વખતે બળક પોતાના પરિવાર સાથે સુઇ રહ્યો હતો. દિપડાએ બાળકનું ગળું પકડ્યું અને તેને જંગલમાં લઇ ગયો. જેમ પરિવારના લોકોએ બુમાબુમ કરી, તો દિપડો બાળકને ત્યાં જ છોડીને ભાગી ગયો. પરિવારના લોકો બાળકને હોસ્પિટલ લઇ ગયા, પણ ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો.

8 અને 9મી મેના રોજ અમરોલી જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં સિંહણ અને દિપડાએ બે બાળકોના જીવ લીધા હતા. આ હુમલામાં મરનારું એક બાળક પાંચ મહિનાનું હતું, જ્યારે, બીજાની ઉંમર ત્રણ વર્ષની હતી. 14મી મેના રોજ બનેલી ઘટનામાં 2 વર્ષના બાળકનો જીવ ગયો હતો.

ડેપ્યુટી કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયન પટેલે કહ્યું કે, પહેલી ઘટના સાવરકુંડલા તાલુકાના કર્જલા ગામની છે. અહીં સોમવારે રાતે દીપડાના હુમલામાં એક ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. ઘટના પછી વન વિભાગના કર્મચારીઓએ દિપડાને પાંજરામાં પુરી દીધો.

બીજી ઘટના જિલ્લાના લિલિયા તાલુકાના ખારા ગામ પાસેની છે. ત્યાં મંગળવારે સવારે એક મજૂર પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો. તેણ પોતાના પાંચ મહિનાના બાળકને ખેતરમાં ઝાડની નીચે સુવડાવ્યો હતો. ત્યારે એક સિંહણે બાળકને ઉઠાવને લઇ ગઇ.

પરિજનોએ જ્યારે બાળકને ઝાડની નીચે ન જોયો તો તેની તલાશ શરૂ કરી દીધી. થોડી વાર પછી બાળકનું માથું લગભગ અડધા કિલોમીટર દૂર મળ્યું. જયન પટેલે કહ્યું કે, મોકા પર હાજર પગના નિશાન અને સ્થાનિક લોકોના નિવેદનના આધાર પર માનવામાં આવ્યું કે, સિંહણે બાળક પર હુમલો કર્યો હતો.

મહારાષ્ટ્રના ગોંદયામાં 13મી માર્ચના રોજ એક ડુક્કરે બાળક પર હુમલો કર્યો હતો. તેનાથી બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકો બહાર રમી રહ્યા હતા અને ત્યારે જ અચાનક ડુક્કર આવ્યું અને 10 વર્ષના બાળક પર હુમલો કરી દીધો અને બાળક ડુક્કરના હુમલામાં ઘાયલ થઇ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp