પંચમહાલની હાલોલ GIDCમા ચાલતા કેરોસીનના કૌભાંડનો થયો પર્દાફાશ

PC: Youtube.com

પંચમહાલની હાલોલ GIDCમાંથી કેરોસીનનું કૌભાંડ ઝડપાયું છે. કેટલાક ઇસમો દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતા રેશનિંગના ભૂરા કેરોસીનમાં કેમિકલ ભેળવીને કેરોસીનને સફેદ કરવામાં આવતું હતું. સમગ્ર કૌભાંડ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો પંચમહાલ SOGને હાલોલ GIDCમા કેટલાક ઇસમો રેશનિંગના ભૂરા કેરોસીનમાં અમુક પ્રકારનું કેમિકલ ભેળવીને ભૂરા કેરોસીનને સફેદ કરવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે SOGએ હાલોલ GIDCના ખાતા નંબર 930મા રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી ભૂરા કેરોસીનની સાથે 180 કેમિકલ ભરેલા બેરલ, 118 ખાલી બેરલ, ગેસની સગડી અને 4 બોટલો મળી આવી હતી. આ કેરોસીન કૌભાંડમાં ઉપયોગમાં લેવામાં આવતા કેમિકલની માહિતી મેળવવા માટે SOGએ કેમિકલના સેમ્પલને FSLમા મોકલી આપ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આપવામાં આવતા રેશનિંગના ભૂરા કેરોસીનમાં કેમિકલ ભેળવીને કેરોસીનને સફેદ કરીને માર્કેટમાં વેચવામાં આવતું હતું. SOGની રેડ દરમિયાન મળી આવેલા મુદ્દામાલ પરથી આ કૌભાંડ ઘણા લાંબા સમયથી ચાલતું હોવાનું અનુમાન પણ લગાડવામાં આવી રહ્યું છે. રેડ દરમિયાન SOGએ કેમિકલના ગોડાઉનમાંથી એક ઇસમને ઝડપી પડ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ SOGએ ગોડાઉનમાં રહેલો મુદ્દામાલ કબજે કરી ગોડાઉનને સીલ કર્યું હતું અને પકડાયેલા આરોપી સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આગામી દિવસોમાં આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, કૌભાંડમાં કેટલા લોકો શામેલ છે અને આ કેરોસીનમાં કેમિકલ ભેળવીને કોને કોને વેચાણ કરતા હતા, આ બાબતે પકડાયેલા ઇસમની પૂછપરછ કરીને કેરોસીન કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ SOG દ્વારા ધરપકડ કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp