જિગ્નેશ મેવાણીએ ક્યા મુદ્દે આપ્યું પાટણ બંધનું એલાન?

PC: facebook.com/jigneshmevaniofficial

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે તંત્રની બેદરકારીના કારણે ઊંઝા તાલુકાના સંનિષ્ઠ આંબેડકરવાદી ભાનુભાઈ વણકરે જમીનના એક ટુકડા માટે આજે પાટણ કલેક્ટર ઓફિસમાં કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. હાલ તેમના જીવનું પૂરેપૂરું જોખમ રહેલું છે. આ વિડીઓ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં વાયરલ કરો. એક ગરીબ માણસ આ વ્યવસ્થામાં કઇ હદે ગૂંગળામણ અનુભવતો હોય છે તેનો આ વરવો દાખલો છે.

મેવાણીએ કહ્યું કે ભાનું ભાઇ એ આ પગલું ભરવું પડયું તે રુપાણી સરકાર માટે કલંકરૂપ છે. સમગ્ર ગુજરાતના દલિતો આ મુદ્દે રોડ ઉપર ઉતરી આવે અને ઉનકાંડ જેવા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી સખત જરુર છે અને એવી મારી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ છે. પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેમને અગાઉ જાણ હોવા છતાં ભાનું ભાઈને રોકી શક્યા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp