ડાંગર કૌભાંડના આરોપીને કેક ખવડાવતા ફોટો વિશે કેમ હાર્દિક પટેલનું મૌન છે

PC: twitter.com

વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી ગઇ છે. સોશિયલ મીડિયામાં વિરમગામ ડાંગર કૌભાંડના આરોપીને કેક ખવડાવતો ફોટો વાયરલ થતા ગુજરાત કોંગ્રેસને નિશાન સાધવાનો મોકો મળી ગયો છે.

વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં  મોટું કૌભાંડ બહાર આવ્યું છે.ડાંગર જમા કરાવ્યા વગર  સરકારી કર્મચારી અને ખરીદ એજન્સીની મીલીભગતાં 3.67 કરોડ રૂપિયાના ખોટા બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા.

 છેલ્લાં કેટલાંક દિવસથી ગાજી રહેલા ડાંગર કૌભાંડમાં જેનું આરોપી તરીકે નામ છે તે માંડલી સુફિયાન વિરમગામ તાલુકા ભાજપના વ્યવસાયિક સેલનો કન્વીનર રહી ચૂક્યો છે અને હાર્દિક તેને કેક ખવડાવી રહ્યો હોય તેવો ફોટો વાયરલ થયો છે.

હાર્દિકે 24 દિવસ પછી વીડિયો વાયરલ કરીને ચોખવટ કરી છે કે કોઇ સુફિયાનનું ડાંગર કૌભાંડમાં નામ આવે છે, જે કોઇ હોય તેની સામે કડક પગલાં લેવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp