મુખ્યમંત્રીનો રૂટ બદલાતા ખોદકામ બાદ રોડનું કામ અટવાયું

PC: livemint.com

ગુજરાતના જે શહેરમાં કે ગામમાં મુખ્યમંત્રી કે અન્ય દિગ્ગજ નેતા મુલાકાત લેવાના હોય તે પહેલા જે રૂટ નક્કી થયો હોય તે રોડ રસ્તાને મહાનગરપાલિકા કે ગ્રામપંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે છે. જો ખરાબ રસ્તાને રિકાર્પેટિંગ કરવવાની અરજી નાગરિક આપે તો સરકારી અધિકારી એ અરજી પર કોઈ કાર્યવાહી કરતાં નથી. આ કારણે લોકોને ખાડાવાળા રસ્તા પરથી પસાર થવું પડે છે. મુખ્યમંત્રીના આગમન થવાના કારણે તાત્કાલિક રસ્તો બનાવવાનો કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે. આ મુદ્દે વાત કરવામાં આવે તો 26મી જાન્યુઆરીની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠાના પાલનપુરમાં કરવાના છે. ત્યારે પાલનપુરમાં હાલ રસ્તાના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન સ્થાનિક લોકોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે કારણકે, મુખ્યમંત્રીના આગમનનો રૂટ પહેલા જામપુરા નક્કી કરવામાં આવ્યો હતો. આ કારણે તંત્ર દ્વારા ખાડાવાળા રસ્તાઓને નવીન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ એકાએક મુખ્યમંત્રીના રૂટમાં કેટલાક ફેરફાર થતા તંત્ર દ્વારા જામપુરામાં રસ્તો બનાવવાનું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે.

આ રસ્તાના નવીનીકરણનું કામ બંધ થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. આ બાબતે જામપુરા વિસ્તારના કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની માગણી છે કે, ભલે મુખ્યમંત્રી આ રસ્તા પરથી નથી પસાર થવાના પણ જે કામ શરૂ કર્યું છે તેને પૂર્ણ કરવામાં આવે. જો આ રસ્તાનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp