તાંબા-પિતળના ભાવે ગ્રાહકોને પ્લાસ્ટિક થેલી પધરાવનારા સામે તંત્રની લાલ આંખ

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ સામાન્ય રીતે દરેક ગ્રાહકને બજારમાં પોતે જે નાણાં ખર્ચે છે. તે નાણાંનું પૂરેપૂરુ વળતર મળવું જોઇએ તે ગ્રાહક સુરક્ષા ધારાનો મુખ્ય ઉદ્દેશ છે. ગ્રાહક ચીજવસ્તુની ખરીદી માટે પોતે જે પૈસા ખર્ચે છે. પરંતુ ઘણીવાર માર્કેટમાં એવું પણ જોવા મળે છે. કે ગ્રાહકે પોતે ખર્ચેલા નાણાં મુજબ તેણે ખરીદેલી ચીજવસ્તુનો પૂરો જથ્થો ગ્રાહકને ન મળતો હોય.

મહેસાણા જિલ્લાના તોલમાપ અધિકારી અને સમગ્ર સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત રીજીયનાન નાયબ નિયંત્રક એન.એમ.રાઠોડ અને તેમની ટીમના નિરિક્ષકોએ મહેસાણા - પાટણ જિલ્લામાં તાંબા - પિત્તળના વાસણો - મેટલ બજારના વેપારીઓની દુકાનોમાં ધી લીગલ મેટ્રોલોજી એકટ -2009 અન્વયે આકસ્મિત તપાસ હાથ ધરી પોતે ગ્રાહકો બની તાંબા - પિત્તળના વાસણોની ખરીદી કરતા આ વેપારીઓની દુકાનોમાં ધી લિગલ મેટ્રોલોજી એકટ -2009 અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરી પોતે ગ્રાહકો બની તાંબા - પિત્તળના વાસણોની ખરીદી કરતા આ વેપારીઓએ તાંબા - પિત્તળના વાસણો પ્લાસ્ટિક્ની બેગ સહિત વજન કરીને તે વજન મુજબ પૈસાની વસૂલાત કરતા કિસ્સા ધ્યાનમાં આવ્યા હતા. એટલે કે તાંબા - પિત્તળના ભાવે આ વેપારીઓ ગ્રાહકો પાસેથી પ્લાસ્ટિક બેગનું વજન ગણીને ગ્રાહકો પાસેથી પૈસા વસુલ કરતા જણાયા હતા.

આ બાબતે મહેસાણા - પાટણ જિલ્લામાં તોલમાપ વિભાગે આવા નવ વેપારીઓને ત્યાં આકસ્મિક દરોડા પાડી આ વેપારીઓ દ્રારા તાંબા-પિત્તળના વાસણોમાં પ્લાસ્ટીક બેગ સહિત વજન કરી ગ્રાહકોને તેમણે ખર્ચેલા પુરા પૈસા મુજબ વારણોનું વજન ઓછું આપવા બાબતે ધી લિગલ મેટ્રોલોજી એકટ-2009ની કલમ 12/13ની જોગવાઈઓના ભંગ બાબતે તેમજ આ વેપારીઓને ત્યાં વજન અર્થે રાખવામાં આવેલ ઇલેકટ્રોનિક/વજનમાપ સાધનો નિયત સમય મર્યાદામાં પ્રમાણીત ના કરાવ્યા હોવા અંગેની કલમોની પણ ભંગ કરેલ જણાતા નવ વેપારી એકમો સામે તોલમાપ વિભાગ દ્રારા કાયદેસર ની કાર્યવાહી કરી વિવિધ જોગવાઈઓના ભંગ બદલ કુલ - 20 પ્રોસીકયુશન કેસ કરવામાં આવેલ છે. અને કુલ 71, 500=00 રુપિયા દંડની વસુલાત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં નિરિક્ષકો જૈમિન ગજ્જર, એસ.વી.પટેલ, વિકાસ ચૌધરી, મિત્તુલ પ્રજાપતિ અને પ્રિયંક ચૌધરી હાજર રહી પોતે જ ગ્રાહકો બની આકસ્મિક દરોડા પાડી ગ્રાહકોને કરવામાં આવતી છેતરપીંડીની વિગતો પ્રકાશમાં લાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp