26th January selfie contest

દાંતીવાડામાં ફઈના દીકરાએ જ મામાની દીકરી સાથે બળાત્કાર કરી માથું કાપી નાંખેલું

PC: zeenews.com

રાજ્યમાં મહિલાઓ અને યુવતિઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અવાર-નવાર મહિલાઓની છેડતી અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા કિસ્સાઓમાં સગા સંબંધીઓ દ્વારા મહિલા કે, યુવતીઓને પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરી એક વખત ગુજરાતમાં સામે આવ્યો છે. જેમાં પાલનપુરના મોટી ભાખર ગામમાં ફઈના દીકરાએ મામાની દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ વાતની કોઈને જાણ ન થાય તે માટે મામાની દીકરીની હત્યા કરી હતી. ઘરેથી ગુમ થયેલી સગીરાની લાશ ગામની સિમમાંથી ગળુ કપાયેલી હાલતમાં મળી આવી હતી. જેથી ગામના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને આ ઘટના બળાત્કાર બાદ હત્યાની હોવાનો ભેદ ઉકેલી કાઢયો હતો. પોલીસે આ મામલે મૃતકના ફઈના દીકરાની ધરપકડ કરી તેના વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે

રિપોર્ટ અનુસાર પાલનપુરના દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામ પરિવારની સાથે રહેતી મૂકબધિર હની માળી નામની 12 વર્ષની સગીરા પોતાના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. તેની તેના માતા-પિતાએ સમગ્ર મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. માતા-પિતાએ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવવાના બીજા દિવસે હનીનો મૃતદેહ ગામની સીમમાંથી ગળુ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ વાતની જાણ પરિવારના સભ્યોને થતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તેમને આ બાબતે પોલીસને માહિતી આપી હતી. તેથી દાંતીવાડા પોલીસ, જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ આ ઉપરાંત ડીસા રૂરલ પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને હનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ કર્યા હતા.

પોલીસે જ્યારે ઘટના સ્થળ નજીક લાગેલા CCTV ફૂટેજની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, કોઈ વ્યક્તિ હનીને પોતાની બાઈક પાછળ બેસાડીને લઇ જઇ રહ્યો હતો. જ્યારે પોલીસે બાઈક ચલાવી રહેલા ઇસમની શોધખોળ અને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, અજાણ્યો ઈસમ બીજું કોઈ નહીં પરંતુ હનીના ફઈનો દિકરો નીતિન માળી હતો. જેથી પોલીસે નીતિન માળીની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી.

નીતિન માળીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, નીતિન માળી હનીનો ફઈનો દીકરો હતો અને હની બાળપણથી જ મૂકબધિર હતી. નીતિનની ઉંમર 25 વર્ષ થઇ ગઇ હોવા છતાં પણ તેના લગ્ન થતાં નહોતાં. જેના કારણે તેને શારીરિક સુખ સંતોષવા માટે મામાની દીકરી પર નજર ખરાબ કરી હતી પરંતુ હની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને એવો ડર લાગ્યો કે, તેને કરેલું કૃત્ય બહાર આવી જશે અને તે મુશ્કેલીમાં મુકાઈ શકે. જેના કારણે તેને ચપ્પુ લઇને હનીનું ગળું કાપીને હત્યા કરી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપી નીતિન માળી સામે બળાત્કાર તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp