સદભાવના પદયાત્રામાં હજારો પાટીદારો જોડાયા, જુઓ PHOTOS

PC: khabarchhe.com

હાર્દિકના ઉપવાસબાદ SPGના પ્રમુખ લાલજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સામે 8 માગ મૂકી સરકારને અલ્ટીમેટલ આપ્યું હતું. જેના ભાગરૂપે મહેસાણાના સુંદરપુરના વિજાપુરગામમાંથી પાટીદાર પદયાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા સુંદરપુરના ખોડીયાર માતાજીના મંદિરથી નીકળીને વિજાપુર ઉમિયા માતાજીના મંદિરે પૂર્ણ થશે. આ યાત્રામાં જોડાવવા માટે SPGના પ્રમુખ લાલજી પટેલે લોકોને અહવાહન કર્યું છે. આ પદયાત્રાના સ્વરૂપે પાટીદાર સમાજની માગણી સરકાર સામે મૂકવા માટે મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા.

પાટીદારની પદયાત્રામાં લાલજી પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પાટીદારના સમર્થનમાં અને પાટીદારના જે મુદ્દા સરકાર 3 વર્ષથી ઉકેલતી નથી તેણે લઈને પદયાત્રાનું આયોજન થયું હતું કે જેથી કરીને સરકારને સદબુદ્ધિ આવે. આ હેતુસર સુંદરપુર ખોડીયાર માતાજીના મંદિરથી વિજાપુર ઉમિયા માતાજીના મંદિર સુધી 15 કિલોમીટરની પદયાત્રા કાઢવામાં આવી છે.

આ પદયાત્રા બાબતે વધુ વાત કરવામાં આવે તો સવારે 9 કલાકે આ પદયાત્રા સુંદરપુરના ખોડીયાર મંદિરેથી નીકળી હતી અને જેમ જેમ આ યાત્રા આગળ વધતી હતી. તેમ તેમ મોટી સંખ્યામાં લોકો આ પદયાત્રામાં જોડાતા હતા. યાત્રામાં જોડાયેલા તમામ લોકો સરકારને સદબુદ્ધિ આપવા માટે મા ઉમીયાને પ્રાર્થના કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp