આશરો આપનારી બહેનની દીકરી સાથે દુષ્કર્મ કરી ભાઈએ મામા-ભાણીના સંબંધને લજવ્યો

PC: abc.net.au

મહેસાણામાં એક મામાએ મામા-ભાણીના સંબંધ પર કલંક લગાડ્યો છે. મામા ભાણીને ફોસલાવીને બહાર લઇ ગયા હતા અને ત્યારબાદ ભાણીનું અપહરણ કરીને તેના પર 23 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, મહેસાણા રહેતી એક બહેને તેના 40 વર્ષના ભાઈ ભૂપત ઠાકોરને પોતાના ઘરે રહેવા માટે આશરો આપ્યો હતો. ભૂપતનો તેના ગામમાં મિત્રની પત્નીને લઇને વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધ્યો કે, ભૂપતે ગામ છોડવાનો વારો આવ્યો હતો. ભાઈને કપરી પરિસ્થિતિમાં જોઈને બહેને તેને પોતાની સાથે રાખ્યો હતો. ત્યારે બહેનની મદદનો આભાર વ્યક્ત કરવાને બદલે ભાઈએ 14 વર્ષની ભાણી પર નજર બગાડીને બહેનના ઉપકારનો બદલો અપકારથી આપ્યો હતો. જે સમયે બહેન અને જીજાજી બહાર ગયા હતા, તે સમયે ભાણીની એકલતાનો લાભ ઉઠાવીને ભૂપત ભાણીને બહાર ફરવા જવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ સગીરાનું અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો.

જ્યારે બહેન અને જીજાજી ઘરે આવ્યા ત્યારે ભૂપત અને દીકરી દેખાયા નહીં. બહેને બંનેને શોધવાના ઘણા પ્રયાસો કર્યા હતા. ઘણી શોધખોળ કર્યા પછી પણ દીકરી અને ભાઈનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. તેથી બહેને સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે પોલીસે ભૂપતની શોધખોળ કરતા ભૂપત વિજાપુરના સુંદરપુર ગામે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સુંદરપુર ગામે તપાસ કરી ભૂપતની ધરપકડ કરી હતી અને 14 વર્ષની સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ભૂપત પહેલા સગીરાને લઇને એક દવાખાનામાં ગયો હતો અને સગીરાને થોડા દિવસ દવાખાનામાં રાખી હતી. ત્યારબાદ કુદેડા ગામે લઇ ગયો હતો અને ત્યાંથી આ સગીરા કોઈ જગ્યા પર ફરાર ન થઈ જાય તે માટે તેને પોતાની સાથે મજૂરી કામ પર લઈ જતો હતો. ભૂપતે સગીરા પર સતત 23 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

બહેને પોતાની દીકરીની હાલત જોઈને કહ્યું હતું કે, આવો ભાઈ ભગવાન કોઈને ન આપે. મુશ્કેલીના સમયમાં જે ભાઈને આશરો આપ્યો, તે ભાઈએ જ મારી દીકરી પર ખરાબ નજર કરીને દીકરીની જીંદગીને બરબાદ કરી નાંખી. આવા માણસને આકરામાં આકરી સજા થવી જોઈએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp