ખેડૂતો પાક બચાવા ટેન્કરથી મેળવી રહ્યાં છે પાણી, સરકારના દાવાઓ પોકળ

PC: youtube.com

ગુજરાતમાં ટેન્કર રાજ ખતમ થઈ ગયું હોવાના સરકાર દાવાઓ કરે છે પરંતુ ચાલુ વર્ષે વરસાદ ઓછો થયો છે. જેથી ખેડૂતો પોતાના પાકને બચાવવા સરકાર પાસેથી આશા રાખીને બેઠા હતા. પરંતુ સરકાર દ્વારા પાણી પુરુ પાડવામાં નહીં આવતા પોતાના પાકને બચાવવા માટે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો પાણીના ટેન્કર મંગાવવા મંજબુર બન્યા છે.

રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી જળાશયોમાં નવા પાણીની નહીવત આવક થઈ હતી. જેથી સરકારે 96 જેટલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. તેમજ આ તાલુકાઓમાં પાણી, ઘાસચારો અને રોજગારી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે.

ચાણસ્મા તાલુકામાં પણ ઓછો વરસાદ થયો હોવાથી અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ સરકારની ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા, રોજગારી, ખેતી માટે વીજ પુરવઠો અને નર્મદા કેનાલમાંથી સિચાઈ માટે પાણી આપવાની કરેલી જાહેરાતો માત્ર કાગળ ઉપર રહી ગઈ છે.

ચાણસ્માના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેતરમાં નિષ્ફળ જતા એરંડાના પાક બચાવવા ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવાનો અનોખો પ્રયોગ ખેડૂતોએ હાથ ધર્યો છે. ચાણસ્માના મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં એરંડાના પાકનુ વાવેતર કર્યુ હતુ. જે વાવેતર પાછળ ખેડ, ખાતર, બિયારણ અને પાણી માટે મોટી રકમનો ખર્ચ કર્યો હતો. પરંતુ સિંચાઈ માટે મળતા તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો.

ખેડૂતોએ સિંચાઈ માટે પાણી પુરુ પાડવા માટે અનેક વખત રજૂઆત કરી હતી. ટેન્કર રાજ ખમત થઈ ગયું હોવાના દાવાઓ કરતી ભાજપ સરકારના અધિકારીઓ દ્વારા પાણી નહીં છોડવામાં આવતા હવે ટેન્કર મંગાવીને પોતાના મહામુલા પાકને બચાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો હોવાથી મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હતો. તેમજ અત્યાર સુધીમાં પાક નિષ્ફળ જતા લગભગ 7થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવનલીલા સંકેલી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp