મહિલા ASIએ પોલીસ સ્ટેશનમાંથી લાખો રૂપિયાની કરી ઉચાપત

PC: youtubecom

પોલીસનું કામ લોકોની સુરક્ષા કરવાનું હોય છે. લોકો સાથે છેતરપીંડી કરનારને જેલના સળીયા પાછળ ધકેલીને ફરિયાદીને ન્યાય અપાવવાનું કામ પોલીસનું હોય છે. ત્યારે જો પોલીસ જ પોલીસકર્મીઓ સાથે છેતરપીંડી કરે તો. આ પ્રકારનો એક કિસ્સો પંચમહાલના હાલોલમાં પ્રકાશમાં આવ્યો છે. હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ જ પોલીસ ડીપાર્ટમેન્ટ સાથે લાખો રૂપિયાની છેતરપીડી કરી છે. મહિલા પોલીસકર્મીએ પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને લાખો રૂપિયાની ઉચાપત કરી હતી.

એક એક રીપોર્ટ અનુસાર હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI નયના તડવી અકાઉન્ટ રાઈટરના હોદ્દા પર હતા. જેના કારણે તમામ હિસાબો તેમની પાસે રહેતા હતા. નયના તડવીએ પોલીસકર્મીઓના પ્રવાસ ભથ્થા, ટ્રાફિક દંડ વસુલાત તેમજ ઓલ પેમેન્ટ પોલીસ બંદોબસ્તમાંથી તેમને કિલ 43.50 લાખની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ASI નયના તડવીએ 2011થી લઈને 2018 સુધીમાં ખોટી સહી કરીને આ નાણાની ઉચાપત કરી છે. આ વાતની જાણ પોલીસ ઉચ્ચ અધિકારીઓને થતા તેમને ASI નયના તડવીની તપાસ કરીને તેની સામે ગુનો દાખલ કર્યો હતો.

નયના તડવી પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવતો દંડ પોલીસના બેંક ખાતામાં જમા કરાવવાના બદલે તેઓ પોતાના અંગત હિત માટે વાપરતા હતા. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને સરકાર દ્વારા રજા પગાર આપવામાં આવ્યો હતો. તે પોલીસકર્મીના ખાતામાં જમા કરાવવાના બદલે ASI નયના તડવીએ પોતાના ખાતામાં જમા કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp