હારેલા ઉમેદવારે રાખી આભાર સભા,સત્કાર જોઈ ખુશ થયેલા લોકોએ કરી 21 લાખ રૂપિયાની મદદ

PC: static.langimg.com

ચૂંટણીમાં જીત મેળવ્યા પછી મતદાતાઓનો આભાર માનવા માટે આયોજન રાખવામાં આવ્યા હોવાનું આપણે સાંભળ્યું જ હશે. પરંતુ જોધપુર જિલ્લામાં પીપાડ તેહસીલની પંચાયત ચૂંટણીમાં એક અનોખો મામલો જોવા મળ્યો છે. અહીં ચૂંટણીમાં હાર્યા પછી એક ઉમેદવારે લોકો માટે આભાર સભાનું આયોજન કર્યું હતું.

મતદાતાઓને આ આભાર સભામાં આમંત્રિત કરવાની સાથે તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હારેલા ઉમેદવાર તરફથી રાખવામાં આવેલા આ સભાના આયોજનને જોતા ગ્રામીણ મતદાતાઓ એટલા અભિભૂત થઈ ગયા હતા કે તેમણે એવું કંઈક કર્યું હતું, જે પહેલા ક્યારેય થયું ન નથી.

અસલમાં પીપાડ તહેસીલના નાનણ ગામમાં પંચાયત ચૂંટણીમાં મુકુંદ દેવાસીને સુંદરી દેવીથી માત્ર 84 મતોથી હાર મળી હતી. હારને લીધે મુકુંદ દેવાસીનું મનોબળ ઘણું નીચે આવી ગયું હતું. પરંતુ હારી જવા છત્તાં મુકુંદ દેવાસી પોતાને મત આપનારા મતદાતાઓનો આભાર માનવા માટે કંઈક કરવા માગતા હતા. તેના પછી તેમણે એક આભાર સભાનું આયોજન કર્યું હતું. આભાર સભામાં પહોંચેલા મતદાતા હારેલા ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી ખાતિરદારીથી ખુશ થયા બાદ તેમણે તેને આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું હતું અને જોત જોતામાં 21 લાખ રૂપિયા તેમણે ભેગા કરી લીધા હતા. આ તમામ રૂપિયા હારેલા ઉમેદવારને સોંપવામાં આવી હતી.

મળેલી જાણકારી પ્રમાણે મુકુંદ દેવાસીના પારિવારિક મિત્ર શ્યામ ચૌધરીએ 5 લાખ 51 હજાર રૂપિયાની મદદ કરી હતી. તે સિવાય અહીંના વર્તમાન સરપંચ ભાણારામે પણ 1 લાખ 11 હજાર રૂપિયાની મદદ કરી હતી. જે પછી ગામના મોટા લોકોએ હારેલા સરપંચ ઉમેદવાર અને તેમના પરિવારને આ રકમ ભેંટમાં આપી.

જણાવી દઈએ કે આ આભાર સભાનો નજારો કોઈ લગ્નના સમારંભથી ઓછો ન હતો. આ સમારોહમાં પણ ઢોલ, થાળીની સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વોર્ડના પંચોએ ઉમેદવાર મુકુંદ દેવાસીનું માળા પહેરાવીને સન્માન પણ કર્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp