હોસ્પિટલના દર્દીની જેમ થઈ રહ્યો છે આ ઝાડને બચાવવા માટે ઈલાજ, જાણો આખી વાત

PC: indianexpress.com

તેલંગાણાના મહેબૂબનગર જિલ્લામાં આવેલું વડનું ઝાડ દૂનિયાનું સૌથી મોટું વડનું ઝાડ છે. તેનું અસ્તિત્વ હવે સંકટમાં છે તેને બચાવવા માટે તેને કેટલાક કેમિકલ આપવામાં આવી રહ્યા છે અને તેને ફરીથી જીવંત કરવાની કોશિશ થઈ રહી છે.

દુનિયાભરમાં પ્રખ્યાત પિલ્લામર્રીમાં આવેલું આ ઝાડ 700 વર્ષ જૂનું છે અને હવે તેનું અસ્તિત્વ નાબૂદ થવાની તૈયારીમાં છે. આ ઝાડ પર ઉધઈનો પ્રકોપ એટલો વધી ગયો છે કે તેણે આ વૃક્ષને ખોખલું કરી નાખ્યું છે. આ કારણે વૃક્ષનો કેટલોક ભાગ પણ પડી ગયો છે અને ડિસેમ્બર 2017 થી અહીં પ્રવાસીઓના આવવા જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં આ વૃક્ષનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

તેના ઈલાજ માટે પહેલા તેના થડમાં કેમિકલ નાખવામાં આવ્યું પણ તે અસફળ રહ્યું. પછી વન વિભાગે નક્કી કર્યું કે જેવી રીતે હોસ્પિટલમાં દર્દીને ઈન્જેક્શનમાં દવા ભરીને આપવામાં આવે છે તેવી જ રીતે આ વૃક્ષને પણ એક એક ટીપું કેમિકલ ચડાવવામાં આવશે. અધિકારીઓએ આવી હજારો બોટલ તૈયાર કરી અને આ બોટલને દર બે મીટરના અંતરે લટકાવવામાં આવી. ત્યારપછી વૃક્ષને એક એક ટીપું કરીને આ બોટલ ચડાવવામાં આવી રહી છે.  

મહેબૂબનગરના જિલ્લા વન અધિકારી ચુક્કા ગંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે વૃક્ષને એટલું મોટું છે કે તે લગભગ 3 એકર જમીનમાં પથરાયેલું છે. આ વૃક્ષને બચાવવા માટે તેમણે જાણકાર અને IFS ઓફિસર મનોરંજન ભંજાની સલાહ લીધી છે. આ વૃક્ષને બચાવવા માટે તમામ પ્રકારના ઈલાજ કરવામાં આવી રહ્યા છે.       

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp