થોડા કલાક સાથે રહેવા માટે ફ્રેન્ડલી હોટેલ ઈચ્છે છે યુવા કપલઃ સરવે

PC: mistay.in

આજના યુવા થોડો સમય સાથે સ્પેન્ડ કરવા માટે કપલ ફ્રેન્ડલી હોટેલ ઈચ્છે છે. વાસ્તવમાં હાલ હોટેલ બુક કરાવવાની પ્રક્રિયા દરમિયાન ત્યાં ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. કેટલા સમય માટે, કેટલા લોકો માટે અને કોણ છે, જેવા સવાલ હોટેલ બુક કરાવનારા યુવાઓને પસંદ નથી. હોટેલ બુકિંગની ઓનલાઈન સેવા આપનારી કંપની Goibiboના એક સરવેમાં આ જાણકારી સામે આવી છે. સરવેમાં જાણવા મળ્યું છે કે, ઓછાં સમય માટે હોટેલમાં રોકાતા 72 ટકા લોકો ઈચ્છે છે કે, હોટેલ કોઈપણ કપલના રોકાવા માટે ફ્રેન્ડલી હોવું જોઈએ.

ઓનલાઈન ટ્રાવેલ કંપની Goibiboના સરવેમાં સામેલ 72 ટકા લોકોનું કહેવું છે કે, દિવસમાં હોટેલમાં રોકવા માટે કે પછી એક નાઈટ સ્પેન્ડ કરવા માટે તેઓ એવી હોટેલ ઈચ્છે છે, જે કપલના રોકાવા પ્રમાણે યોગ્ય હોય. આ સરવેમાં કહેવામાં આવ્યું છે કે, 46 ટકા હોટેલ બુકિંગ એવા યુવાઓનું આવે છે, જે તે જ શહેરમાં રહે છે, જ્યારે 54 ટકા બુકિંગ બીજા શહેરોના કપલ કરાવે છે.

યુવાઓની હોટેલ બુકિંગની પસંદ પર આધારિત આ સરવે દેશભરમાં કરવામાં આવ્યો. આ સરવેમાં 1000 કરતા વધુ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સરવેમાં 22થી 26 વર્ષના યુવાઓનો અભિપ્રાય સામેલ કરવામાં આવ્યો છે. સરવેમાં વધુ એક રોચક તથ્ય સામે આવ્યું છે કે, 50 કરતા વધુ કપલે ફ્રેન્ડલી હોટેલ મળવા પર એક વર્ષમાં પાંચવાર કરતા વધુ બુકિંગ કરાવ્યું છે. તેમાંથી એક તૃતિયાંશ હોટેલનું બુકિંગ ચેક-ઈનવાળા દિવસ માટે જ કરવામાં આવ્યું હતું.

યુવા કપલ માટે ફ્રેન્ડલી હોટેલના બુકિંગમાં વધારો નોંધાયો છે, સરવેમાં સામેલ 39 ટકા લોકોએ હોટેલના કર્મચારીઓની વધારે પડતી ચંચૂપાત અને પૂછપરછને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ સરવેમાં સામેલ 36 ટકા યુવાઓનું કહેવું છે કે, વ્યક્તિગત ઓળખપત્ર આપવા દરમિયાન હોટેલના એમ્પ્લોઇ જરૂરિયાત કરતા વધુ જાણકારી માગે છે. સરવેમાં સામેલ યુવાઓએ કહ્યું કે, હોટેલમાં રોકાયા બાદ તેમને પ્રમોશનલ ઓફર અથવા મેલ મોકલવામાં આવે છે. સાથે જ સરવેમાં સામેલ 25 ટકા યુવાઓએ કહ્યું કે, તેમની ચિંતા એ છે કે, તેઓ આ બુકિંગને પોતાના ટ્રાવેલ રેકોર્ડમાંથી હટાવી નથી શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp