શિપિંગ કન્ટેનરની મદદથી તૈયાર કર્યું ત્રણ માળનું ઘર, 3D સોફ્ટવેરથી બનાવ્યો નક્શો

PC: bhaskar.com

લોકો પોતાના ઘરને કંઈક અલગ બનાવવા માટે અનેક પ્રકારના આઈડિયા અજમાવતા હોય છે. પરંતુ, અમેરિકાના ડિઝાઈનર વિલ બ્રેક્સે 11 શિપિંગ કેન્ટેનરની મદદથી ત્રણ માળનું એક ઘર બનાવ્યું છે. પહેલી નજરે જોતા એવું લાગે કે, આ કોઈ શિપિંગ કન્ટેનર સાઈટ હશે. પણ આ એક ઘર છે. ઘરનો લુક અને ઈન્ટિરિયર બંને એટલા જ મસ્ત છે. એક 3d સોફ્ટવેરની મદદથી આ ઘરનો નક્શનો બનાવવામાં આવ્યો હતો. ક્રેઈનની મદદથી કન્ટેનરને ઉપર ચડાવવામાં આવ્યા છે.

આ મકાન વર્ષ 2017માં તૈયાર કરવામાં આવ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયામાં શેર થયા હતા. ઘરના ડિઝાઈનર વિલે જણાવ્યું હતું કે, પૈસાની તંગીને કારણે તે ઘરનું કામ પૂર્ણ કરી શક્યો નથી. હજું પણ મકાનનો એક ભાગ તૈયાર કરવાનો બાકી છે. જ્યારે વિલ પાસે પૂરતા પૈસા ભેગા થશે ત્યારે તે ઘરના ઈન્ટિરિયરનું કામ ફરી શરૂ કરશે. વિલે ઉમેર્યું કે, આ કામમાં હું કોઈ ઉતાવળ કરવા માગતો નથી. ઘરને એકદમ મસ્ત બનાવવું છે. આ પ્રકારના ઘરની લોકોમાં અનેક ચર્ચા છે. સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ આ ઘર અંગે કેટલીક ખરાબ કોમેન્ટ પણ કરી હતી. જેના જવાબમાં વિલે એક બ્લોગ તૈયાર કર્યો અને એના જવાબ બ્લોગમાં આપવાના શરૂ કર્યા.

કેટલાક લોકો કહે છે કે, એક આદર્શ ઘર તરીકે આ ઘર યોગ્ય નથી. પણ વિલે દાવો કર્યો તો કે, આ ઘરનો ત્રીજો માળ વાવઝોડા અને બીજા વરસાદી તોફાન સામે લડવા સક્ષમ છે. આ ઘરના પાયા એટલા મજબુત છે કે, કન્ટેનરને બીજી જગ્યાએ શિફ્ટ કરવા પણ મુશ્કેલ છે. વિલે કહ્યું હતું કે તમામ દિવાલને યોગ્ય રીતે સીલ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત સુરક્ષા ઉપર પણ એટલું જ ઘ્યાન આપવામાં આવ્યું છે. જોકે, ઘરની અંદરના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp