26th January selfie contest

કેન્યાની સંસદમાં પાદથી ફેલાઇ એવી દુર્ગંધ કે સ્પીકરે આપ્યો આ આદેશ

PC: cloudfront.net

વિપક્ષ નારાજ હોય તો ક્યારેક વિપક્ષની હરકતથી સત્તાધારી પક્ષના સાંસદોને માઠું લાગી જવાની ઘણીય ઘટના ભારતમાં જ નહીં તો દુનિયાભરમાં થતી હોય છે. આવી ઘટનાઓમાંથી બહાર નીકળવાનું શસ્ત્ર સ્પીકરના હાથમાં હોય છે. હંગામો થતાં જ સ્પીકર સંસદને સ્થગિત કરીને બહાર નીકળી જતાં હોય છે. સંસદ સ્થગિત થવાનું સૌથી મોટું સામાન્ય કારણ આ જ હંગામો હોય છે, પરંતુ કેન્યાની સંસદમાં એવી દુર્ગંધ ફેલાઇ કે સ્પીકરે સંસદને સ્થાગિત કરીને બધાને બહાર નીકળવા જણાવી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કોઇ એક સભ્યની પાદને લીધે આખી સંસદમાં દુર્ગંધ ફેલાઇ હતી અને સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

હાલ કેન્યામાં ઉનાળો ચાલી રહ્યો છે અને ઘણી ગરમી પડી રહી છે. સાંસદો કાગળથી પોતાના હવા આપીને પણ ચર્ચામાં ભાગ લઇ રહ્યા હતા. ત્યારે અચાનક એવી દુર્ગંધ ફેલાઇ કે બેસવું અસહ્ય થયું હતું. એક સભ્ય પર આરોપ લાગ્યો કે તેના પાદવાથી આખા સંસદમાં દુર્ગંધ ફેલાયો હતો. એક સભ્યએ સ્પીકરને કહ્યું કે અમારામાંથી કોઇ એક વાયુને પ્રદુષિત કરી દીધો છે.

ત્યારબાદ સ્પીકર ઇડવીન કાકાછે સંસદની કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરી દીધી. સ્પીકરે કર્મચારીઓને રૂમ ફ્રેશનર છાટવા માટે હુકમ કર્યો હતો. સ્પીકરે કહ્યું કોઇ પણ ફ્લેવર મળે જલદી લેતા આવો. ત્યારબાદ દુર્ગંધ ઓછી થતાં બધા સાંસદો પોતાની જગ્યાએ બેઠા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp