ઉંઘમાં ચાલવાની આદતને લીધે છેવટે મજૂરનો આવ્ચો આ અંજામ

PC: wordpress.com

અમદાવાદના કાલુપુર વિસ્તારની ચોથા માળેથી નીચે પડી જવાથી 37 વર્ષીય શખ્સનું મોત થયું હતું. એવું માનવામાં આવે છે કે મૃત વ્યક્તિને ઊંઘમાં ચાલવાની આદત હતી અને તે ઉંધમાં જ નીચે કુદી પડ્યો હતો જેને લીધે તેનું મોત નીપજ્યું હતું અને જ્યારે તે પડી રહ્યો હતો ત્યારે તે ઊંઘમાં હતો. મૃતકની ઓળખ કોલકાતાના પ્રભાત કરમાકરના રૂપમાં થઇ છે જે જે રતનપોલ પાસે એક જ્વેલરી બનાવતી કંપનીમાં કામ કરતો હતો. .

મૃતકના મિત્ર શ્યામલ કરંગના નિવેદન અનુસાર પ્રભાત અને ત્રણ મિત્રો અનુસાર મંગળવારે રાત્રે મકાન ના છત પર સૂઇ રહ્યા હતા . જ્યારે શ્યામલ સવારે ઊઠ્યો ત્યારે તેણે કેટલીક બુમ બરાડો સાંભળી હતી. લોકો ઘરની નીચે ઉતર્યા હતા અને ત્યારે ટોળું ભેગું થયું હતું.

શ્યામલ ઝડપથી નીચે ગયો તો પ્રભાત લોહીથી લથપથ પડ્યો હતો. શ્યામલે કહ્યું કે તેને કોઈ ષડયંત્ર નથી લાગતું અને તે એવું પણ નથી માનતો કે કરમાકરે આત્મહત્યા કરી છે. કાલપુર પોલીસે અકસ્માતમાં મૃત્યુનો કેસ નોંધાવ્યો અને તપાસ શરૂ કરી. કરમાકર નીચે ક્યારે પડ્યો તેની માહિતી પોલીસને ત્યારે જ લાગશે જ્યારે પોસ્ટમાર્ટમ રિપોટર્ સામે આવશે. જો કે પોલીસને આ કેસ એક અકસ્માત લાગે છે કારણ કે પ્રભાતને ઉંઘમાં ચાલવાની બીમારી હતી અને આત્મહત્યા કરવાનું પણ કોઇ કારણ સામે આવ્યું નથી. પ્રભાતના મિત્રોએ આપેલી જાણકારી પરથી આ કેસ અકસ્માતે મૃત્યુનો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp