192 વખત ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેઈલ થવાનો બનાવ્યો રેકોર્ડ, હજુ સફળ થયો નથી

પોલેન્ડમાં એક 50 વર્ષનો વ્યક્તિ છેલ્લા 17 વર્ષથી ડ્રાઈવિંગની થિયરી ટેસ્ટ પાસ કરવાની કોશિશ કરી રહ્યો છે પરંતુ દર વખતે તેનો પ્રયાસ નાકામયાબ સાબિત થાય છે. આ વ્યક્તિએ છેલ્લા 17 વર્ષમાં 192 વખત આ ટેસ્ટ આપી ચૂક્યો છે, જે આ દેશમાં એક રેકોર્ડ છે. છેલ્લા બે દશકોથી પ્રયાસ કરી રહેલા આ વ્યક્તિએ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ફીની ચૂકવણી કરી ચૂક્યો છે.
જણાવી દઈએ કે પોલેન્ડમાં ડ્રાઈવર લાયસન્સ લેવા માટે દરેક વ્યક્તિએ પહેલા એક થિયરી પરીક્ષા પાસ કરવાની રહે છે અને તેના પછી તેને એક પ્રેક્ટીકલ પેપર પણ આપવું પડે છે. ખાસ વાત એ છે કે કોઈ પણ એડલ્ટ ગમે તેટલી વખત પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા પાસ કરવા માટેનો રેટ થિયરી રેટના 50 થી 60 ટકા જેટલો હોય છે. જ્યારે પ્રેક્ટીકલ માટે આ સંખ્યા 40 ટકા છે.
પોલેન્ડમાં ઘણી વખત લોકો બીજા અથવા ત્રીજા ટ્રાયલમાં પરીક્ષા પાસ કરી લેતા હોય છે. ટીવીપી રિપોર્ટ પ્રમાણે, આ પહેલા આ શહેરમાં એક વ્યક્તિએ ડ્રાઈવિંગ ટેસ્ટને પાસ કરવા માટે 40 વખત કોશિશ કરી હતી. તે સિવય પોલેન્ડના શહેર ઓપોલમાં પણ એક વ્યક્તિએ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે 113 વખત કોશિશ કરી છે. આ કેસના સામે આવ્યા પછી સરકાર આ વાત પર વિચારી રહી છે કે શું આ વ્યક્તિને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવા માટે અસીમિત તક આપવી જોઈએ કે નહીં.
ટીવીપી સાથે વાતચીતમાં સ્ટેનીસ્લો નામના ડ્રાઈવિંગ ઈન્સ્ટ્રક્ટરે કહ્યું કે મને લાગે છે કે પોલેન્ડમાં 20 અથવા 30 વખતથી વધુ કોઈને તક આપવી જોઈએ નહીં. મારા હિસાબે કોઈ પણ વ્યક્તિ માટે આટલી તક પૂરતી હોય છે આ સાબિત કરવા માટે કે તે ડ્રાઈવિંગને લઈને ગંભીર છે કે નથી. જો કોઈ વ્યક્તિ ડ્રાઈવિંગના નિયમોને લઈને ધ્યાન આપતું નથી અને ડ્રાઈવિંગ પરીક્ષા પાસ નથી કરી શકતો તો તેને રસ્તા પર હોવું જોઈએ નહીં કારણ કે તે બીજા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ટેસ્ટ પહેલા બ્રિટીશ મીડિયાએ રિપોર્ટ કર્યો હતો કે 42 વર્ષના એક વ્યક્તિએ 158 વખત કોશિશ કર્યા પછી આખરે ડ્રાઈવિંગ સાથે જોડાયેલી થિયરી ટેસ્ટ પાસ કરી લીધી હતી. જોકે પોલેન્ડના આ વ્યક્તિને દક્ષિણ કોરિયાની એક મહિલા બરાબરની ટક્કર આપી રહી છે. વર્ષ 2009માં આ મહિલા ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવા માટે સૌને હેરાન કરી દે તેવી 950 વખત પરીક્ષા આપવા છત્તા તે પાસ થઈ શકી નહતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp