વાનરને ખાવાનું ખવડાવવા જતા ફસાયો ટ્રક ડ્રાઈવર, ભરવો પડ્યો રૂ.10 હજારનો દંડ

PC: news18.com

સામાન્ય રીતે ઓવરલોડ ટ્રકને કારણે પોલીસે પગલાં લીધા હોય અને હાઈવે પોઈન્ટ પર ચેકિંગ કર્યું હોય એવા કિસ્સા સામે જોયા-સાંભળ્યા હશે. પણ છત્તીસગઢમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ટ્રક ચાલકે કપિરાજને ખાવાનું ખવડાવવા બદલ મોટો દંડ ભરવો પડ્યો હતો. કોંડાગાવના કેશકાલ ઘાટી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ટ્રક ડ્રાઈવરે વાદરાને ખાવાનું ખવડાવ્યું હતું. પણ જીવદયા ખાવા થતા આર્થિક ફટકો પડ્યો હતો.

પોલીસે આ ટ્રક ડ્રાઈવરને રૂ.10,000નો દંડ ફટાકાર્યો છે. અખબારી અહેવાલ અનુસાર કોંડાગાવના કેશકાલ ઘાટીમાં મોટી સંખ્યામાં વાનર રહે છે. અહીંથી પસાર થતા લોકો તથા આસપાસમાં રહેતા લોકો અવારનવાર વાનરને કંઈકને કંઈક ખવડાવે છે. વનવિભાગે જણાવ્યું હતું કે,જેવું તેવું ખાવાની ખાવાથી વાનરની તબિયત બગડી જાય છે. જેને ધ્યાને લઈને વનવિભાગે કેશકાલ પહાડી વિસ્તારમાં અનેક જગ્યાએ હોર્ડિંગ તથા પોસ્ટલ લગાવ્યા છે. જેમાં વાનરને ખવડાવવું નહીં એવું સ્પષ્ટ લખ્યું છે. પણ મંગળવારે એક ટ્રક ડ્રાઈવરે આ ચેતવણીને ધ્યાને લીધી નહીં. જેના કારણે ટ્રક ડ્રાઈવરને રૂ.10 હજારનો આર્થિક દંડ ભરવો પડ્યો હતો. મંગળવારે સાંજે જગદલપુરથી રાયપુર તરફ જઈ રહેલા ટ્રક ચાલક ઓમ પ્રકાશ સાહુએ કેશકાલ પહાડી વિસ્તારમાં ટ્રક અટકાવીને વાનરને ખવડાવ્યું હતું. ત્યાર બાદ ઘટના સ્થળે જ રૂ. 10 હજારનો દંડ ભરવાનો વારો આવ્યો.

રસીદમાં લખેલી રકમ જોઈને ઓમ પ્રકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. પહેલા તો તેણે રકમ આપવા માટે ના પાડી દીધી અને વાનરને ખવડાવવાની મનાઈ છે એની ખબર ન હોવાની વાત કરી હતી. આ દલીલ બાદ વનવિભાગના કર્મચારીઓએ એનું કંઈ જ સાંભળ્યું નહીં. વનવિભાગના કર્મચારીઓએ સ્પષ્ટ કહ્યું કે, દંડ ભરવો પડશે અન્યથા ટ્રક આગળ નહીં જાય. ત્યાર બાદ ઓમ પ્રકાશે સમગ્ર રકમ ભરી અને હાઈવે પર આવી ભૂલ નહીં કરે એ વાત પણ સ્વીકારી હતી. ટ્રક ડ્રાઈવર દિલ્હીનો રહેવાસી છે. એને ક્યારેય એવું વિચાર્યું પણ ન હતું કે, જીવદયા ખાવાનો આટલો મોટો ફટકો પડશે. વનવિભાગના કર્મચારીઓએ એવું પણ કહ્યું કે, લોકોને અનેક વખત સૂચના આપી હોવા છતાં માનતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp