પોતાનાથી 35 વર્ષ નાની છોકરી સાથે સંબંધ, 58 વર્ષના બોસને કંપનીમાંથી કાઢી મૂકાયો

PC: aajtak.in

ફાર્માસ્યુટિકલ કંપની સ્રીઓ ફાર્માએ ચેરમેન ડૉ. જેમ્સ ઈલિંગબોર્ડને તેમના પદેથી કાઢી મૂક્યા છે. 58 વર્ષના જેમ્સ 23 વર્ષની છોકરી બ્રાઈટની ક્વાલે સાથેના રિલેશનશીપના કારણે સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમણે જે વીડિયો ટિકટોક પર પોસ્ટ કર્યો છે, તેના દ્વારા કંપનીની છબીને નુકસાન પહોંચ્યુ છે. આ કારણે જેમ્સને કંપનીના નોન એક્ઝીક્યુટીવ ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

જેમ્સ અને બ્રાઈટની બંને જ ટિકટોક પર @agegap50 @agegap35 ચેનલથી રેગ્યુલર પોતાના વીડિયોઝ અપલોડ કરતા રહે છે. તેમાંથી ઘણા વીડિયોઝને દોઢ કરોડથી પણ વધારે વ્યુઝ મળી ચૂક્યા છે.એક વીડિયોમાં તો જેમ્સ બ્રાઈટની પર 50 ડોલર અને 100 ડોલરની નોટ ફેંકતા દોવા મળી રહ્યા છે. બીજા વીડિયોમાં કપલ એજગેપને લઈને ચર્ચા કરી રહ્યું છે. જેમ્સ વીડિયોમાં કહે છે કે, એજગેપ તો ઘણો વધારે છે પરંતુ હું હંમેશાં કહું છું કે પ્રેમ તો પ્રેમ હોય છે.

અન્ય એક વીડિયોમાં જેમ્સ જણાવી રહ્યા છે કે તેમની ચાર છોકરીઓ બ્રાઈટનીને લઈને શું વિચારે છે. જેમ્સ કહે છે કે- બે છોકરીઓ તેને લઈને ઠીક છે, અન્ય એક બહાર બેઠી તો અન્ય એક તેનું મર્ડર કરવા ઈચ્છે છે. જે ઠીક નથી. બ્રાઈટની મર્ડર ડિઝર્વ નથી કરતી. ઘણા વીડિયોઝમાં કપલ એકબીજાથી રજમંદ દેખાઈ નથી રહ્યા. ઘણા વીડિયોઝમાં તો જેમ્સ આ વાત પર બ્રાઈટની સાથે લડતો જોવા મળે છે કે તે ખર્ચા ઘણા વધારે કરે છે. જેમ્સ કહે છે કે તે તો કહ્યું હતું કે 1 લાખ 30 હજાર રૂપિયા ખર્ચીશ પરંતુ તે 4 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા.

ઓસ્ટ્રેલિયન ફાઈનાન્સિયલ રિવ્યુ સાથે વાતચીતમાં જેમ્સ કહ્યું હતું કે ક્રીસો ફાર્મામાં તેનું જે કામ હતું, વીડિયો બનાવવાથી કામને કોઈ મુશ્કેલી પડે તેવું ન હતું. આ વીડિયો સંપૂર્ણ રીતે પ્રાઈવેટ છે. જેમ્સે એ પણ કહ્યું હતું કે તેની પાર્ટનર તેની સાથે છે. કપલની મુલાકાત કેસીનોમાં થઈ હતી. ડૉ. જેમ્સ એક વીડિયોને લઈને પણ વિવાદોમાં આવ્યા હતા. તેમણે આ વીડિયોમાં કહ્યું હતું કે તેમને ચાઈનીઝ પસંદ નથી. જોકે કંપનીએ તેમના બહાર કાઢવાનું કારણ નથી આપ્યું. પણ માનવામાં આવી રહ્યું છે કે તેમના વીડિયોઝના કારણે જ તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેની આ કંપનીની ઓળખ ગ્લોબલ મેડિસિન કેનીબિઝ ઈનોવેટર તરીકેની છે, જે લોકો અને જાનવરો માટે ગાંજામાંથી બનેલા લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ બનાવે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp