30 વર્ષથી ચા પર જીવે છે આ મહિલા, ડૉક્ટરે કહ્યું- 'અસંભવ'

PC: langimg.com

'ચા' તો આપણા દેશમાં ખૂબ પીવામાં આવે છે. વધારે પડતા લોકો સવારની શરૂઆત ચા સાથે, બપોરના ભોજન પછી ચા, સાંજના નાસ્તા સાથે ચા અને મૂડ હોય ત્યારે ચા પીવે છે. દિવસભરમાં એકથી વધારે ચા પીતા હોય છે. તમને જાણીને આંચકો લાગશે કે આપણા દેશમાં એક મહિલા એવી પણ છે કે તે 30 વર્ષોથી ફક્ત ચા પીને જીવે છે. જી હા છત્તીસગઢના કોરિયા જીલ્લાના બરદિયા ગામમાં રહેનાર પીલી દેવી ફક્ત ચા પીવે છે અને તે સ્વસ્થ પણ છે.

પીલી દેવીએ 11 વર્ષની ઉંમરે ભોજન છોડી દીધું હતું અને ત્યારથી તે ચા પર જીવિત છે. તે તેના અનન્ય જીવનશૈલી માટે પ્રસિદ્ધ છે. સ્થાનિક લોકો તેમને 'ચા વાળી કાકી' પણ કહે છે. પીલી (44)ના પિતા રતી રામ કહે છે કે જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેણે ખોરાક છોડી દીધો હતો. તેમણે કહ્યું, 'મારી પુત્રી જનકપુરના પટના સ્કૂલના જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગઈ હતી. જ્યારે તે પાછી આવી ત્યારે અચાનક તેણે ખોરાક અને પાણી છોડી દીધું. '

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પીલી શરૂઆત ચા સાથે બીસ્કીટ અને બ્રેડ ખાતી હતી, પરંતુ ધીમે ધીમે તે માત્ર બ્લેક ટી પીવા લાગી, જે તે માત્ર એક દિવસમાં સૂર્યાસ્ત પછી એકવાર પીતી હતી. પીલીના ભાઈ, બિહારી લાલ કહે છે કે, તેણે ડોકટરો સાથે પણ વાત કરી હતી કે જેનાથી તે જાણી શકાય કે તે કોઈ પણ બિમારીથી પીડાતી નથી. જો કે ડોક્ટરોએ કહ્યું કે તેમને કોઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ નથી. બિહારી લાલ કહે છે, "અમે તેને ઘણા હોસ્પિટલોમાં લઈ ગયા, પરંતુ આ પરિસ્થિતિ પાછળનું કારણ કોઈ ડૉક્ટર જાણતો નહતો." પીલીના પરિવારજનો કહે છે કે તેઓ આખો દિવસ ભગવાન શંકરની ઉપાસના કરે છે અને બહાર ઓછી જાય છે.

કોરિયા જીલ્લા હોસ્પિટલના ડો. એસ. કે. ગુપ્તા જણાવે છે કે માણસો માટે ચા પર જ જીવવું શક્ય નથી. તેઓએ કહ્યું, 'આ આશ્ચર્યજનક છે. વૈજ્ઞાનિક રીતે, કોઈ પણ વ્યક્તિએ 33 વર્ષ સુધી ફક્ત ચા પર જીવવું તે શક્ય નથી. વ્રત સમયે ઘણા લોકો ફક્ત ચા પીતા હોય છે પરંતુ 33 વર્ષનો સમય ઘણો ઊંચો છે. આ શક્ય નથી. '

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp