આ પોલીસ સ્ટેશનમાં ચારેય બાજુ રાખવામાં આવ્યા છે મેડ ઈન ચાઈના સાપ, અજીબ છે કારણ

PC: aajtak.in

પોલીસ કર્મચારી સમાજની સુરક્ષા માટે તૈનાત રહે છે, પણ કેરળના ઈડુક્કીમાં પોલીસ કર્મચારીઓને પણ સુરક્ષાની જરૂર હોય છે. તેમણે ગુંડાઓથી નહીં પણ વિસ્તારમાં રહેતા વાંદરાઓથી ખતરો રહે છે. જે સ્ટેશનમાં ઘૂસીને આતંક મચાવે છે, ત્યારે સાપ તેમના મદદગાર સાબિત થઇ રહ્યા છે, તે પણ ચાઈના મેડ રબરવાળા.

આ સાપ દેખાવામાં એકદમ અસલી દેખાય છે, તેમને જોઇને વાંદરાઓ પોલીસ સ્ટેશન અને પોલીસ કર્મચારીઓથી દૂર જ રહે છે. ઈડુક્કીમાં એક જંગલના કિનારે પોલીસ સ્ટેશનમાં વાંદરાઓના ત્રાસથી બચવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. મજેદાર વાત આ છે કે, આ પ્રયોગ સફળ પણ સાબિત થયો છે.

અહીં કેરળ-તમિલનાડુ સીમા પર સ્થિત કંબુમેટ્ટું પોલીસ સ્ટેશનની આજુ-બાજુ સાપની પ્રતિકૃતિનો ઉપયોગ વાંદરાઓની સેનાને ડરાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ યુક્તિ અત્યાર સુધી સફળ રહી છે. અસલી સાપની જેમ દેખાતા ચીનમાં બનેલા રબરના સાપને પોલીસ સ્ટેશનની બિલ્ડીંગની ગ્રીલ પાસેના ઝાડની ડાળીઓ સહિત અનેક જગ્યાઓ પર લટકાવવામાં આવ્યા છે.

ઈલાયચી ખેડૂતે જણાવી હતી ટ્રિક

કંબુમેટ્ટુંના સબ-ઇન્સ્પેકટર પી.કે.લાલભાઈએ કહ્યું કે, ‘પોલીસ કર્મચારીઓએ એક સ્થાનિક ઈલાયચી ખેડૂતની સલાહ પર રબરના સાપનો ઉપયોગ શરૂ કર્યો હતો. તે પોતે આવારા જાનવરોને ઘરથી દૂર રાખવા માટે આ ટ્રિકનો ઉપયોગ કરી રહ્યા હતા.’

તેમણે આગળ જણાવ્યું કે, ‘રબરના સાપને જોઇને કોઈ પણ વાંદરાની સ્ટેશનની પાસે આવવાની હિંમત પણ નથી થઇ. વાંદરાઓની સેના તેમને અસલી સાપ સમજીને દૂર જ રહે છે. અમને કહેવામાં આવ્યું હતું કે, રબરનાં સાપને તે જગ્યાઓ પર લગાવી દો, જ્યાં તે સામાન્ય રીતે મોટી સંખ્યામાં આવે છે. તેમનું આવવાનું બંધ થઇ જશે. તે પ્રયોગ પછી આવું જ થયું.’

હવે વાંદરાઓનો આતંક ખૂબ જ ઓછો થઇ ગયો

અન્ય એક પોલીસ કર્મચારી સુનીશે કહ્યું કે, ‘વાંદરાઓ અનેક વર્ષોથી પોલીસ સ્ટેશનમાં અનેક રીતની સમસ્યાઓ નિર્માણ કરી રહ્યા છે, તે સમૂહમાં આવતા હતા. સ્ટેશન પરિસરમાં ફરતા હતા અને અમારા પરિસરમાં શાકભાજીના પાકને નાશ કરી નાખતા હતા, પણ રબરના સાપ લગાવ્યા પછી તેમનું આવવાનું ખૂબ ઓછું થઇ ગયું છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp