આખરે શું હતી ટાઇટેનિકની આખી કહાની, જાણો

PC: medium.com

15 ફેબ્રુઆરી 1912ના રોજ વિશ્વના ઇતિહાસની સૌથી ભીષણ દુર્ઘટનામાં સામેલ RMS ટાઇટેનિક દુર્ઘટના ઘટી હતી.

આ દુર્ઘટનામાં 1517 લોકો માર્યા ગયા હતા. ટાઇટેનિક બનવાથી માંડી ડૂબવા સુધીની કહાની તેની વિશાળતાની જેમ અમર થઇ ગઇ છે. ટાઇટેનિક વિશે એવું કહેવામાં આવતુ હતું કે ટાઇટેનિક ક્યારેય ડૂબશે નહી પરંતુ ચાલક દળની બેદરકારીને કારણે ટાઇટેનિક પોતાની પ્રથમ જ સફરમાં જળસમાધિ લીધી હતી.

ટાઇટેનિકે 10 એપ્રિલ 1912ના રોજ ઇગ્લેન્ડના સાઉથમ્પટનથી ન્યૂયોર્ક સુધીની પ્રથમ સફર કરી હતી. ટાઇટેનિકમાં સફર કરનારા લોકો આ સફરને પોતાની લાઇફની સૌથી મજેદાર અને આલિશાન સફર માની રહ્યા હતા પરંતુ તેમની આ ખુશી થોડા જ દિવસોની છે એ કોઇ જાણતુ નહોતું. આપણે અત્યાર સુધી ટાઇટેનિકની ભવ્યતાથી લઇને તેની વિશાળતાની અનેક કહાનીઓ સાંભળી ચૂક્યા છે પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ટાઇટેનિક બનાવવા પાછળ કોણે કામ કર્યું હતું.

આ ભવ્ય શિપને થોમસ એન્ડ્ર્યુએ બનાવી હતી. 7 ફેબ્રુઆરી 1873ના રોજ આયરલેન્ડ જન્મેલા એન્ડ્ર્યૂ બિઝનેસમેનની સાથે સાથે શિપમેકર પણ હતા. થોમસે ટાઇટેનિકની ડિઝાઇન બનાવી હતી. તે આયરલેન્ડની શિપબિલ્ડિંગ કંપની હાર્લેન્ડ એન્ડ વુલ્ફના ડ્રાફ્ટિંગ ડિપાર્ટમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર હતા. બાદમાં થોમસ 1907માં નેવલ આર્કિટેક્ટ ઇન્સ્ટીટ્યૂટના સભ્ય બન્યા હતા. થોમસે 24, જૂન 1908ના રોજ હેલેન બાર્બર સાથે લગ્ન કર્યા હતા.

થોમસે 1907માં વ્હાઇટ સ્ટારલાઇન તરફથી ઓલિમ્પિક બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ઓલિમ્પિક અને તેની સિસ્ટર શિપ ટાઇટેનિક બનાવવાની શરૂઆત 1909માં થઇ હતી. જેની ડિઝાઇન થોમસ એન્ડ્ર્યૂ, વિલિયમ પીર અને એલેકઝાન્ડર ગાર્સલિએ બનાવી હતી. થોમસે ટાઇટેનિકની પ્રથમ સફરમાં સામેલ થયા હતા.

14 એપ્રિલ 1912ની રાત્રે જ્યારે ટાઇટેનિક આઇસબર્ગ સાથે ટકરાયું ત્યારે એન્ડ્યૂ સમજી ગયા હતા કે હવે જહાજ બચશે નહી પરંતુ તેમણે પોતાનો જીવ બચાવવાને બદલે લોકોને મદદ કરવાનું યોગ્ય માન્યું હતુ. થોમસે લોકોને બચાવવા માટે લાઇફબોટ્સમાં બાળકો અને મહિલાઓને બેસાડવાની જવાબદારી ઉઠાવી હતી થોમસ પોતાના અંતિમ ક્ષણ સુધી શિપ પર રહ્યા હતા અને મોતને ભેટ્યા હતા. નોઁધનીય છે કે ટાઇટેનિકના કેપ્ટન સ્મિથ પણ શિપ ડૂબવા સુધી તેમાં જ સવાર રહ્યા હતા.

એક અનુમાન પ્રમાણે, ટાઇટેનિકમાં 3547 લોકો સવાર હતા. જેમાં 1500 લોકોએ મોતને ભેટ્યા હતા. પરંતુ ફક્ત 306 લોકોના મૃતદેહ મળ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, હિમખંડ સાથે ટકરાયા અગાઉ ટાઇટેનિકને 6 વોનિંગ મળી હતી પરંતુ વધુ સ્પીડ હોવાના કારણે જહાજની દિશા બદલી શકાઇ નહોતી.

ટાઇટેનિક ટકરાયું ત્યારે જહાજના 16માંથી પાંચ કમ્પાર્ટમેન્ટ ખુલી ગયા હતા અને તેમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું. ક્રૂને ખ્યાલ આવી ગયો હતો કે જહાજને હવે બચાવી શકાશે નહીં. ટાઇટેનિક ડૂબતા કેપ્ટને મદદ માટેના સંદેશા વહેતા કર્યા હતા પરંતુ આસપાસથી પસાર થઇ રહેલા કોઇ પણ જહાજના કેપ્ટન એ માનવા તૈયાર નહોતા કે ટાઇટેનિક ડૂબી શકે છે જેથી કોઇ પણ તેની મદદે પહોંચ્યું નહોતું. તમામ જહાજોએ એ મજાક સમજી હતી. એક અંદાજ પ્રમાણે, જો ચાર કલાકની દૂરથી પસાર થઇ રહેલા જહાજોએ ટાઇટેનિકના સંદેશાને ગંભીરતાથી લીધો હોત તો કદાચ અનેક લોકોને બચાવી શકાયા હોત.

ટાઇટેનિક પર લખેલી એક પુસ્તક ગુડ એજ ગોલ્ડ પ્રમાણે, ટાઇટેનિક બનાવવારી કંપનીના વ્હાઇટ સ્ટાર લાઇના ચેરમેન પણ જહાજ પર હતા. તેમણે ટક્કર બાદ જહાજની સ્પીડ ઓછી કરવાની ના પાડી હતી જેને કારણે જહાજ સમય કરતા વહેલા જ ડૂબી ગયુ હતું. જો જહાજને પાણીમાં સ્થિર રાખવામાં આવ્યું હોત તો ચાર કલાકના દૂરથી પસાર થઇ રહેલા અન્ય જહાજોની મદદ મળી શકી હોત. 70 વર્ષ બાદ ટાઇટેનિક જહાજનો કાટમાળ દરિયામાં 3784 મીટરના ઉંડાણમાંથી મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp