83 વર્ષીય દાદીએ કરી પ્રથમ વખત ફ્લાઈટમાં મુસાફરી, ક્યૂટ રિએક્શન જોઈને દિલ જીત્યા

PC: news18.com

દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જેમણે ફ્લાઇટમાં મુસાફરી કરી નથી. ફ્લાઇટમાં મુસાફરી કરવી એ ઘણા લોકોનું સ્વપ્ન હોય છે. આજે અમે એક એવા જ ખાસ વીડિયો વિશે જણાવી રહ્યા છીએ, જેને જોઈને તમે પણ ખુશ થઈ જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દાદી તેમની પૌત્રીના લગ્નમાં હાજરી આપવા નીકળી રહ્યા છે. તે તેમના જીવનની પ્રથમ ફ્લાઈટની મુસાફરી કરી રહી છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 83 વર્ષીય દાદીએ પહેલીવાર ફ્લાઈટમાં મુસાફરી કરી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દાદી ફ્લાઈટમાં બેઠેલા છે અને પોતાની મુસાફરીમાં ખૂબ એન્જોય પણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સને પણ આ વીડિયોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને thebadimummy નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે દાદી પોતાની પૌત્રીના લગ્નમાં હાજરી આપવા માટે ફ્લાઈટમાં મુસાફરી કરી હતી.

દાદીનો ફ્લાઇટમાં મુસાફરી કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 6.7 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં દાદીના એક્સપ્રેશનને જોઈને ઘણા યુઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Badi Mummy (@thebadimummy)

દાદી માંના આ ક્યૂટ વીડિયોને 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઘણા લોકોએ આ વીડિયોને પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પણ શેર કર્યો છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર શાનદાર કોમેન્ટ્સ કરી છે. vistara નામના એકાઉન્ટ પરથી ટિપ્પણી કરી કે પ્રથમ ફ્લાઇટ હંમેશા ખાસ હોય છે.Happy to have had you onboard. તો ત્યાં બીજા યુઝરે કહ્યું કે કેટલો સુંદર વીડિયો છે. અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, 'દાદીમા ખૂબ સારું અનુભવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp