મેથી સમજીને પરિવાર ખાઈ ગયો ગાંજો પછી જુઓ શું થયું

PC: langimg.com

ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મેથી સમજીને ગાંજો ખાઈ જતા આખો પરિવાર બેહોશ થઈ ગયો હતો. પરિવાર સાથે કરવામાં આવેલો આવો મજાક વસમો પડ્યો હતો. મેથી સમજીને આ પરિવારની મહિલાએ ગાંજાનું શાક બનાવી નાંખ્યું હતું અને પરિવારજનોને પણ ખવડાવ્યું હતું. જમી લીધા બાદ પરિવારના સભ્યો બીમાર પડ્યા હતા. આ તમામ સભ્યોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે આ અંગે પગલાં ભરતા એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે પરિવાર સાથે મજાક કર્યો હતો.ઉત્તર પ્રદેશના કનૌજના સદર કોતવાલી વિસ્તારમાં મિયાગંજ ગામમાં નવલ કિશોર નામના એક શખ્સે ગામમાં રહેતા ઓમપ્રકાશના પુત્ર નિતેશને સુકી મેથી છે એમ કહીને ગાંજો પધરાવી દીધો હતો. ઘરે જઈને નિતેશે આ ગાંજો એમની ભાભીને આપી દીધો. ભાભીએ તેને સુકી મેથી સમજીને શાક બનાવી નાંખ્યું. જે હકીકતમાં ગાંજાનું શાક હતું. સાંજે પાંચ વાગ્યા આસપાસ પરિવારના ઓમપ્રકાશ, નિતેશ, મનોજ, કમલેશ, પિંકી અને આરતીએ આ શાક ખાધુ. થોડા સમય બાદ એમની તબીયત લથડી ગઈ હતી.

ત્યાર બાદ પાડોશીઓને ડૉક્ટરને બોલાવવા માટે કહ્યું હતું. પણ થોડી જ વારમાં આ તમામ 6 સભ્યો બેહોશ થઈ ગયા હતા. પાડોશીઓએ પોલીસને પણ જાણકારી આપી. આ ખબર મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે તપેલામાં રાખેલું શાક અને રાંધ્યા વગરનો ગાંજો જપ્ત કર્યો હતો. પરિવારના તમામ સભ્યોને જિલ્લા હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી. જેમાં નવલકિશોર નામના એક વ્યક્તિનું નામ ખૂલ્યું હતું. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને ગાંજો ક્યાંથી આવ્યો એ અંગે પૂછપરછ પણ કરી છે. નવલકિશોરને એક પરિવાર સાથે મજાક કરવાનું મોંઘું પડ્યું હતું. તેમણે પોલીસ સામે કબૂલ્યું હતું કે, તેણે આ રીતે મજાક કરી હતી. આ પહેલા ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં પણ એક પરિવારમાં ભૂલથી મહિલાએ ગાંજાનું શાક બનાવતા પાંચ પરિજનની તબિયત લથડી હતી. તેમણે મેથી અને ગાંજાના પાન મિક્સ કરીને રાંધી નાખ્યા હતા. જે જમ્યા લીધા બાદ પરિવારના પાંચ લોકો બેભાન થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp