હવામાં ઉડીને મહિલા પર પટકાયો રીક્ષાવાળો, મહિલાને આવ્યા 52 ટાકા

PC: langimg.com

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હવામાંથી ઉડીને રસ્તે ચાલી રહેલી મહિલા પર પટકાય છે. પહેલી વખત આ વીડિયો જોનારાને થોડા સમય માટે તો સમજાય નહીં કે, આવું કેવી રીતે બન્યું હશે. પણ આ ઘટના બની છે બેંગ્લુરૂ શહેરમાં. જ્યાં અચાનક એક શખ્સ હવામાં ઉડીને સીધો મહિલા પર પડ્યો હતો. જેના કારણે મહિલા જમીન પર પડી હતી. આ ઘટના એટલી હદે ખતરનાક હતી કે, મહિલાને સારવાર દરમિયાન 52 સ્ટિચ લેવા પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો એક સીસીટીવી ફૂટેજ છે. બેંગ્લુરૂના ટીસી પાલ્યા રોડ પર એક વાયર લટકી પડ્યો હતો. વાયર ખૂબ ઢીલો હતો કે,હવા આવતા તાર જમીનને અડતો હતો. પછી તાર રીક્ષાના પૈડા પાસે પડ્યો હતો. રીક્ષાવાળો તેને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પછી તાર એકાએક ખેંચાયો અને ફોર્સને કારણે તાર સાથે રીક્ષાવાળો પણ ફંગોળાયો હતો. હવામાં તાર સાથે રીક્ષાવાળો ઉછળતા આગળ જતી મહિલા પર પટકાયો હતો. આ મહિલાનું નામ સુનીતા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના તા.16 જૂલાઈ સવારે 11.34 વાગ્યા આસપાસ બની હતી. 42 વર્ષની મહિલા ટીસી પાલ્યા જંક્શનની હોટેલ અન્નપુર્ણેશ્વરી તરફ જઈ રહી હતી. સુનીતાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ બધું અચાનક બન્યું હતું. તેમણે ઉમેર્યું કે, કોઈએ મારૂ નામ લીધુ. જેવી હું પાછળ ફરી કે એક ઓટો ડ્રાઈવર હનુમાનની જેમ ઉડીને મારી તરફ આવી રહ્યો હતો.

પછી એ મારી સાથે અથડાયો અને હું જમીન પર પડી. ગળામાંથી લોહી વહેવા માંડ્યું એટલે હું ત્યાં જ બેસી રહી. થોડા સમય માટે મદદની રાહ જોતી રહી. સુનીતાના પતિ કૃષ્ણમૂર્તિ નજીકમાં જ કામ કરી રહ્યા હતા. તેથી તે પત્નીને લઈને તાત્કાલિક સારવાર હેતું હોસ્પિટલ દોડ્યા હતા. જ્યાં સુનીતાને 52 સ્ટિચ આવ્યા હતા. જમીન પર પડી રહેલા તારને ધ્યાને લઈને બેંગ્લુરૂ પોલીસે ટેલિકોમ કંપની સામે ફરિયાદ નોંધી કાયદેસરના પગલાં લીધા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. અનેક લોકોએ એના પર પ્રતિક્રિયા આપી છે. પોલીસે ટેલિકોમ કંપનીની સામે તપાસ શરૂ કરી પગલાં ભર્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp