વરસાદને રોકવા લોકોએ કરાવ્યા દેડકા-દેડકીના છૂટાછેડા

PC: tosshub.com

મધ્ય પ્રદેશના ભોપાલમાં જ્યારે ચોમાસું બેસ્યુ નહી તો લોકોએ વરસાદ આવે એ માટે દેડકા-દેડકીના લગ્ન કરાવ્યા હતા. પણ હવે મધ્ય પ્રદેશમાં વરસાદથી લોકો એટલા ત્રાસી ગયા કે તેને રોકવા માટે એ જ દેડકા-દેડકીના છૂટાછેડા કરાવી લીધા.

જ્યારે મધ્ય પ્રદેશમાં વરસાદ નહોતો પડી રહ્યો ત્યારે લોકોએ વરસાદ પડે એ માટે દેડકા અને દેડકીના લગ્ન કરાવ્યા હતાં. લોકોનું માનવું હતું કે ટોટકાની મદદથી વરસાદ સારો એવો પડશે. થોડા દિવસોમાં મધ્ય પ્રદેશમાં ઈંદ્ર દેવતાએ મેઘ મહેર વરસાવી. પણ ઓગસ્ટમાં શરૂ થયેલો વરસાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ઘણી જગ્યાએ વરસાદે રેકોર્ડ તોડ બેટિંગ કરી છે. પણ લોકો હવે વરસાદથી ત્રાસી ગયા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ હવે શાંત થાય. આ માટે ભોપાલના ઈંદ્રપુર વિસ્તારના ઓમ શિવ સેવા મંડળના સભ્યોએ જે દેડકા-દેડકીના લગ્ન કરાવેલા તેના હવે છૂટાછેડા કરાવી લીધા છે. 19 મી જુલાઈના રોજ આ મંડળ દ્વારા દેડા-દેડકીના લગ્ન કરાવવામાં આવ્યા હતાં.

દેડકા-દેડકીના લગ્ન વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા ધૂમધામથી કરાવવામાં આવ્યા હતા. ત્યારે જ વરસાદનો પ્રારંભ થઈ ગયો હતો. જે હજુ પણ ચાલું જ છે.

સતત વરસાદને પગલે મધ્ય પ્રદેશના ઘણાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની ગઈ છે. જેનાથી જન-જીવન પણ ખોરવાઈ ગયું છે. હવે આ જ મંડળ દ્વારા માટીથી બનાવેલા દેડકા-દેડકીના વિધિવત છૂટાછેડા કરાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp