ફળ વિક્રેતાએ વિદેશી પ્રવાસીને એક કેળાની કિંમત 100 રૂપિયા જણાવી! વીડિયો થયો વાયરલ

PC: m9.news

ભારતમાં 'અતિથિ દેવો ભવ'ની પરંપરા રહી છે, પરંતુ તાજેતરમાં જ એક વાયરલ વીડિયોમાં વિપરીત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, હૈદરાબાદનો એક ફળ વિક્રેતા એક વિદેશી પ્રવાસી પાસેથી એક કેળા માટે 100 રૂપિયા માંગતો જોવા મળે છે. આ વીડિયો હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. તો ચાલો તમને જણાવીએ શું છે આ આખો મામલો.

સ્કોટલેન્ડના પ્રખ્યાત પ્રવાસી અને કન્ટેન્ટ ક્રીયેટર હ્યુગ આ દિવસોમાં ભારતની મુલાકાતે આવેલા છે. તે અહીંની વિવિધતા અને સંસ્કૃતિને નજીકથી જાણવા અને શોધવામાં વ્યસ્ત રહેલા છે. તેમની સફર દરમિયાન, હ્યુગે વડા પાવ, પાવ ભાજી, જલેબી જેવી ઘણી ભારતીય વાનગીઓનો સ્વાદ ચાખ્યો અને તેમને પોતાની અનોખી શૈલીમાં રેટિંગ પણ આપ્યું.

તાજેતરમાં જ હ્યુગે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, તે હૈદરાબાદના એક વિક્રેતા સાથે વાત કરતો જોઈ શકાય છે, જે કેળા વેચી રહ્યો હતો. જ્યારે હ્યુગે તેને કેળાનો ભાવ પૂછ્યો, ત્યારે વિક્રેતાએ તેને કહ્યું કે, એક કેળાની કિંમત 100 રૂપિયા છે. આ સાંભળીને હ્યુગને નવાઈ લાગી. તેણે વારંવાર કિંમતની પુષ્ટિ કરી, પણ વિક્રેતાનો જવાબ દર વખતે એ જ રહ્યો.

હ્યુગે તમામ વિક્રેતાઓ સાથે તેની તૂટેલી હિન્દીમાં વાત કરી હતી અને તેમાંથી મોટાભાગના લોકોએ તેની પાસેથી યોગ્ય કિંમત લીધી હતી. કેટલાકે તો તેને મફતમાં વસ્તુઓનો સ્વાદ પણ ચખાડ્યો હતો. પરંતુ આ વાયરલ વીડિયોમાં, જ્યારે તેને સમજાયું કે કેળા વેચનાર તેની પાસેથી વધુ પૈસા માંગી રહ્યો છે, ત્યારે તે કેળા લીધા વિના જ ત્યાંથી ચાલ્યો ગયો.

આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી. કોઈએ કહ્યું કે લારીવાળા વિક્રેતાએ 'GST' એટલે કે 'ગોરા સર્વિસ ટેક્સ' લગાવી દીધો છે. જ્યારે, કેટલાક લોકોએ એમ પણ લખ્યું કે, વિદેશી પ્રવાસીઓનો ફાયદો ઉઠાવવાનો આ એક સામાન્ય ટ્રેન્ડ છે, જે ભારતની છબીને ખરાબ કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Hugh Abroad (@hugh.abroad)

જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે કોઈ વિદેશી પ્રવાસી સાથે છેતરપિંડીનો પ્રયાસ થયો હોય. આ અગાઉ, સિંગાપોર સ્થિત ટ્રાવેલ વ્લોગર સિલ્વિયા ચાનને પણ આવો જ અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, એક રિક્ષાચાલકે તેમની પાસે જામા મસ્જિદથી લાલ કિલ્લા સુધીની મુસાફરી માટે 6000 રૂપિયા ભાડું માંગ્યું હતું. આ સાંભળીને સિલ્વિયા ચોંકી ગઈ અને તેણે આ ઘટના તેના ફોલોઅર્સ સાથે શેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp