Googleની મહિલા કર્મચારીએ સર્જ્યો નવો વિક્રમ, આંકડાઓની ગણતરી જોઈ ગોથું ખાઈ જશો

PC: ichef.bbci.co.uk

Googleની જાપાન ખાતેની એક મહિલા કર્મચારીએ નવો જ વિક્રમ સર્જ્યો છે. તેણે ગાણીતિક સંજ્ઞાના પ્રથમ 31.4 ટ્રિલિયન અંકો સુધી ગણતરી કરી હતી. અગાઉ પાઈને સૌથી વધુ 22.4 ટ્રિલિયન આંકડા સુધી ગણવાનો વિક્રમ પિટર ટ્રેબના નામે હતો. જે વિક્રમ આ સાથે જ તૂટી ગયો છે.

તારીખોની અમેરકિન ગોઠવણી પ્રમાણે 3.14નો દિવસ હતો જે ગાણીતિક સંજ્ઞામાં પાઈનું પાયાનું મૂલ્ય ગણાય છે. Googleની એમ્મા હારૂકા નામની કર્મચારીએ તેની ઓફિસમાં બેસીને 25 Google ક્લાઉડ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને આ આંકડાઓનું સર્જન કર્યું હતું અને આ ગણતરી પુરી કરતા તેને 121 દિવસ લાગ્યા હતા. આ માટે ડેવલોપર એમ્મા હારૂકાએ 25 Google ક્લાઉડ વર્ચ્યુઅલ મશીનો પર વાયલોન્ચર તરીકે ઓળખાતી એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. આ 121 દિવસો દરમિયાન જરાયે અટક્યા વિના આ ગણતરી ચાલુ રાખવામાં આવી હતી. કારણ કે, જો ગણતરી અટકાવાઈ હોત તો તે ખોરવાઈ ગઈ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp