મહિલા દર્દીઓનો ન્યૂડ વીડિયો બનાવી પોર્ન સાઈટ પર વેચતો ડૉક્ટર

PC: gstatic.com

યૂક્રેનમાં એક ગાયનેકોલોજીસ્ટ મહિલા દર્દીઓના ન્યૂડ વીડિયો બનાવીને પોર્ન વેબસાઈટ પર વેચતો હતો. પોલીસે આ આરોપી ડૉક્ટરની ધરપકડ કરી લીધી છે. જે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની પોલીસે ધરપકડ કરી છે તેનું ઘણું નામ હતું. ડૉ. વ્યાચેસ્લાવ ત્રિપોલકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ડૉક્ટરના ન્યૂડ વીડિયો બનાવવાનો ખુલાસો એ સમયે થયો જ્યારે એક મહિલા દર્દીએ તેનો ન્યૂડ વીડિયો પોર્ન સાઈટ પર જોયો હતો. ત્યાર બાદ પોલીસે મહિલાની ફરિયાદ દાખલ કરી લીધી. ફરિયાદ બાદ જ્યારે પોલીસે ક્લિનિક પર છાપા માર્યા તો ત્યાંથી એક છુપાયેલો કેમેરો મળ્યો. હાલમાં પોલીસ ડૉક્ટર જોડે પૂછપરછ કરી રહી છે અને તેનું લાયસન્સ પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે.

પોલીસને શંકા છે કે, ડૉક્ટરે ઘણી મહિલા દર્દીઓના ન્યૂડ વીડિયોને પોર્ન વેબસાઈટ પર વેચ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક લોકપ્રિય પોર્ન વેબસાઈટ પર મહિલાઓના ઘણાં બધાં વીડિયો મોજૂદ છે. પોલીસે પોર્નોગ્રાફીના ઉત્પાદન અને વિતરણના આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જો ડૉક્ટર દોષી જાહેર થશે તો તેને ઘણાં વર્ષો માટે જેલની સજા થઈ શકે છે.

જોકે, ડૉક્ટરે તેમના પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા જણાવ્યા છે. તેમણે આ રીતનું કામ કરવાની ના પાડી છે. આરોપી ડૉક્ટર આ બાબતે તેના પ્રતિદ્વંદ્ધી ગાયનેકોલોજીસ્ટને જવાબદાર ગણાવ્યો છે.

ડૉક્ટરે દાવો કર્યો છે કે, તેમના ક્લિનિકમાં થોડા મહિનાઓ પહેલા જ અલાર્મ લગાવવામાં આવ્યું હતું, કદાચ ત્યારે કોઈ વ્યક્તિએ કેમેરો લગાવી દીધો હશે. તેણે આરોપ લગાવનારી મહિલાને લઈને કહ્યું કે તે કોઈ અન્યની રમતનો પ્યાદો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp