વરરાજાને લઈને ઘોડી ભાગી 4 કિમી સુધી, પાછળ દોડ્યા જાનૈયાઓ, વીડિયો થયો વાયરલ

PC: youtube.com

રાજસ્થાનના અજમેરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહેલો જોવા મળે છે. તમે પણ આ વાયરલ વીડિયોને જોઈને પોતાનું હસવું રોકી શકશો નહીં. પરંતુ આ ઘટના જેની સાથે થઈ છે તેના જાન ગળા સુધી આવી ગઈ હતી. આ વાયરલ વીડિયો અજમેર જિલ્લાના નસીરાબાદના રામપુરા ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં થોડા દિવસો પહેલા એક લગ્ન સમારંભ દરમિયાન બિંદોરીની વિવિધ દરમિયાન અચાનકથી આતશબાજી થવાથી ઘોડી ડરી ગઈ અને વરરાજાને પોતાની સાથે લઈને ભાગી ગઈ. ફટાકડાના અવાજથી ચમકેલી ઘોડી આશરે 4 કિમી સુધી ભાગતી રહી અને તેની પાછળ વરરાજાના ઘરના લોકો અને ઘોડીનો માલિક દોડતા જોવા મળ્યા હતા. વરઘોડામાં આવેલા લોકો કાર અને બાઈકમાં ઘોડીની પાછળ ભાગીને 4 કિમીએ તેને પકડવામાં સફળ રહ્યા હતા.

આ વીડિયો ચાર દિવસ જૂનો છે. લગ્નમાં ફટાકડાં ફોડવામાં આવતા ગભરાઈ ગયેલી ઘોડી તેની ઉપર બેઠેલા વરરાજાને લઈને જ ભાગી નીકળી હતી. આ ઘટના પછી વરરાજાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. મળેલી જાણકારી પ્રમાણે, રામપુરાના રહેનારા રામપ્રસાદનો 18 જુલાઈના રોજ વરઘોડો જયપુરના મુરલીપુરા જવાનો હતો. વરઘોડો નીકળે તે પહેલા ગામમાં બિંદોરીની વિધિ કરવામાં આવી રહી હતી, જેમાં ઘોડીને નચાવવામાં આવી રહી હતી.

આ દરમિયાન આતશબાજી ફોડવામાં આવતા ઘોડી એકદમ ચમકી ગઈ હતી અને તે વરરાજાને લઈને ભાગી નીકળી હતી. કોઈ છોકરો છોકરીને લઈને ભાગી જતો હોય તેવું સાંભળ્યું છે પરંતુ ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ તે પહેલી વખત જ સાંભળવામાં આવ્યું છે. આવું ઘણી વખત લગ્નમાં થયું હોવાનું જાણવામાં આવ્યું હશે. પાળેલા પ્રાણીઓને ફટાકડાંના અવાજથી ઘણો ડર લાગતો હોય છે અને તેને અચાનક સાંભળતા તેઓ ડરથી ભાગવા લાગે છે. તેવું જ અહીં થયું હતું, જેમાં ઘોડી પર બેઠેલા વરરાજાનો જીત તાળવે ચોંટી ગયો હતો. પરંતુ આખરે ઘોડીને પકડી લેવામાં આવતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp