આ છે રિયલ ''ફૂન્સુક વાનગ્ડું', જેણે કરી એવી શોધ જે ઈન્ડિયન આર્મીને પણ આવી પસંદ

PC: hindustantimes.com

ભારતીય સેનાને આમીર ખાને બનાવેલી માટીમાંથી બનાવેલા ઝૂંપડી પસંદ આવી ગઈ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આમીર ખાન અને ઝૂંપડીઓ કેવી રેતે રિલેટ કરવું. તો આ આમીર ખાન બીજું કોઈ નહીં પરંતુ લદ્દાખમાં રહેવાવાળા સોનમ વાંગચુક છે. વાંગચુકની અસલ જીવનની સ્ટોરી બોલિવુડના અભિનેતા આમીર ખાનની ફિલ્મ '3 ઈડિયટ્સ'માં પડદા ઉપર ઉતારી હતી.

ફિલ્મમાં આમીર ખાનનું નામ ફુન્સુક વાંગડુ હોય છે. એન્જિનિયરમાંથી ઈનોવેટર બનેલા સોનમ વાંગચુકે સોલર પાવરથી ગરમ રહેવાવાળી ખાસ પ્રકારની માટીની ઝૂંપડીઓ બનાવી છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઈન્ડિયન આર્મીને આ માટીમાંથી બનેલી ઝૂંપડીઓમાં ઘણો રસ પડ્યો છે. માટીમાંથી બનાવેલા આ ઝૂંપડીઓ પર્યાવરણને એકદમ અનુકૂળ છે અને પોતાની ખાસ બનાવટને લીધે લદ્દાખમાં શિયાળા દરમિયાન તેને ગરમ કરવા માટે વધારે હીટિંગની જરૂરત પડતી નથી. લદ્દાખ દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે.

વાંગચુકના પાત્રને ફિલ્મમાં આમીર ખાને ભજવ્યું હતું. વાંગચુકે કહ્યું હતું કે, આ માટીમાંથી બનાવેલી ઝૂંપડીઓ પ્રોટોટાઈપ સફળ રહ્યું છે અને આર્મીને આવી ઓછામાં ઓછી 10000 ઝૂંપડીઓમાં દિલચસ્પી બતાવી છે.વાંગચુકે એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, લદ્દાખમાં એક પ્લાન્ટ બનાવવાની તેમની યોજના છે. માટીમાંથી બનેલી આ ઝૂંપડીઓને કશે પણ લઈ જઈ શકાય છે અને આર્મીની જરૂરિયાત પ્રમાણે તેમને ક્યાંય પણ અસેમ્બલ કરવામાં આવી શકે છે. આખી ઝૂંપડીઓને બનાવવા માટે ઘણા ઓછા પૈસા લાગે છે.

આ ઝૂંપડીઓની ખાસિયત એ છે કે બહાર -20 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હોવા છત્તાં ઝૂંડીની અંદરનું તાપમાન 20 ડિગ્રી જેટલું રહે છે અને આ તાપમાન કોઈ પણ પ્રકારના હિટીંગ વગર રહેશે. હાલના સમયમાં ઈન્ડિયન આર્મીએ પોતાના જવાનોને ઠંડીથી બચાવવા માટે ભારે માત્રામાં ઓઈલનો ઉપયોગ કરે છે, જેનાથી પ્રદૂષણ ફેલાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp