‘અમે દીવા વેચી રહ્યા છે પણ કોઇ ખરીદી નથી રહ્યું, વેચાઇ જશે તો હટી જઇશું’ અને પછી

PC: Youtube.com

સામાન્ય રીતે પોલીસને લઇને લોકોનો મત કંઇ ખાસ સારો નથી. એમાં પણ UP પોલીસની વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી તેમની સામે ઘણા સવાલો ઉભા થયા છે, પરંતુ UPના અમરોહામાં એવો એક કિસ્સો સામે આવ્યો છે કે પોલીસને પણ તમને સેલ્યુટ કરવાનું મન થશે. સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં બે બાળકો માટીના દીવા વેચી રહ્યા છે અને તેમની સામે પોલીસવાળા ઉભા છે.

પોલીસ અમરોહાના માર્કેટમાં દુકાનોને બરાબર લગાવવા માટે નિર્દેશ આપી રહ્યા હતા, ત્યારે પોલીસની નજર આ બે બાળકો પર ગઇ છે, જે જમીન પર બેસીને ગ્રાહકોની રાહ જોઇ રહ્યા હતા. શરૂઆતમાં તો એકસાથે 7 પોલીસકર્મીને ઉભા જોઇને આજુબાજુના લોકોને લાગ્યું કે, તેઓ આ બાળકોને હટાવશે. પરંતુ પોલીસે બાળકોને તેમનું નામ પૂછ્યું, તેમના પિતા વિશે પૂછ્યું, ત્યારે બાળકોએ નિર્દોષતાથી કહ્યું હતું કે, અમે દીવા વેચી રહ્યા છીએ. પણ કોઇ ખરીદી નથી રહ્યું. જ્યારે વેચાઇ જશે તો અમે હટી જઇશું. અંકલ બહુ સમયથી બેઠા છીએ, પણ વેચાઇ નથી રહ્યા. અમે ગરીબ છીએ. દિવાળી કેવી રીતે ઉજવીશું?

આ સાંભળીને પોલીસ ચોકીના અધ્યક્ષ નીરજકુમાર આગળ આવ્યા અને તેમણે બાળકોને કહ્યું, દીવા કેટલાના છે મારે ખરીદવા છે અને તેમણે દીવા ખરીદ્યા. ત્યાર બાદ બીજા પોલીસકર્મીઓ પણ દીવા ખરીદવા લાગ્યા. એટલું જ નહીં પછી નીરજ કુમાર બાળકોની સાઇડ ઉભા રહી ગયા અને બજારમાં આવનાર લોકોને પણ ખરીદવા માટે પોલીસે અપીલ કરી. જેમ-જેમ દીવા વેચાઇ રહ્યા હતા, તેની ખુશી બાળકોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp