26th January selfie contest

BIRTHDAY SPECIAL: દરેકને હસાવનાર ચહેરા પાછળનું દર્દ કોઈ જાણતું હશે નહીં

PC: thewire.in

ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે ચાર્લી ચેપ્લિનની અદાકારી પર હસ્યું ના હોય. ચાર્લી ચેપ્લિનની વાત કરવાની સાથે જ તેમારા મગજમાં એક કોમિક ઈમેજ આવી જશે. પરંતુ લોકોને હસાવનાર તેમના ચહેરા પાછળના દર્દને તમે નહીં જાણતા હશો. આજે ચાર્લી ચેમ્પિલનનો 129મો જન્મ દિવસ છે. તો ચાલો તેમના અંગે કેટલીક વાતો જાણી લઈએ...

ચાર્લી ચેમ્પિલનનો જન્મ 16 એપ્રિલ 1889મા લંડનમાં થયો હતો. તેમનું આખું નામ ચાર્લ સ્પેન્સર ચેપ્લિન હતું. તેમનો પરિવાર ઘણો ગરીબ હતો અને 9 વર્ષની ઉંમરમાં પોતાનું ઘર ચલાવવા માટે તેમણે કામ કરવું પડ્યું હતું. ચાર્લીના માતા પિતા તેના બાળપણ વખતે જ અલગ થઈ ગયા હતા. બાળપણમાં જ તેમની માતાએ પોતાનું માનસિક સંતુલન ખોઈ દીધું હતું. તેના પછી 13 વર્ષની ઉંમરે ચાર્લીનો અભ્યાસ પણ છૂટી ગયો હતો.

ચાર્લી ચેપ્લિને નાની ઉંમરથી જ સ્ટેજ એક્ટર અને કોમેડિયન તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં માત્ર 19 વર્ષની ઉંમરે એક અમેરિકન કંપનીએ તેમને સાઈન કર્યા હતા અને તેઓ અમેરિકા જતા રહ્યા હતા. અમેરિકામાં ચાર્લીએ ફિલ્મો કરવાની શરૂઆત કરી અને 1918 સુધી તેઓ દુનિયાનું જાણીતું નામ બની ગયા હતા.

ચાર્લીની પહેલી ફિલ્મ 1914મા 'મેકિંગ અ લિવિંગ' આવી હતી. આ એક સાયલન્ટ ફિલ્મ હતી. તેમની પહેલી ફુલ લેન્થ ફીચર ફિલ્મ 1921મા આવી હતી, જેનું નામ 'ધ કિડ' હતું. ચાર્લીએ પોતાના જીવનમાં બે વર્લ્ડ વર જોયા છે અને જે સમયે દુનિયા યુદ્ધ લડી રહ્યું હતું ત્યારે તેઓ લોકોને હસાવી રહ્યા હતા. ચાર્લીએ એક વખત કહ્યું હતું કે, મારું દર્દ કોઈના હસવાનું કારણ બની શકે છે. પરંતુ મારું હાસ્ય ક્યારેય પણ કોઈના દર્દનું કારણ બનવું જોઈએ નહીં.

ચાર્લીએ 'અ વુમન ઓફ પેરિસ', 'ધ ગોલ્ડ રશ', 'ધ સર્કશ', 'સિટી લાઈટ્સ', 'મોર્ડન ટાઈમ્સ' જેવી ઘણી જાણીકી અને સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ આ ફિલ્મોને લોકો જોવાનું પસંદ કરે છે.પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ચાર્લી ઘણા વિવાદોમાં ઘેરાયા હતા. 1940માં આવેલી તેમની ફિલ્મ 'ધ ગ્રેટ ડિક્ટેટર' ઘણી વિવાદમાં રહી હતી. ફિલ્મમાં ચાર્લીએ અડોલ્ફ હિટલરનોં રોલ ભજવ્યો હતો.

પછી અમેરિકામાં તેમની ઉપર કોમ્યુનિસ્ટ હોવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો હતો અને તેની ઉપર એફબીઆઈની તપાસ પણ થી હતી. તેના પછી ચાર્લી અમેરિકા છોડીને સ્વિત્ઝર્લેન્ડમાં વસી ગયા હતા. ચાર્લીએ પોતાના જીવનમાં ઘણી ઉથલ-પાથલ જોઈ છે. તેમણે કુલ 4 લગ્નો કર્યા હતા. તેમના આ લગ્નથી તેમને 11 બાળકો હતો. તેમના પહેલા લગ્ન 1918માં મિલ્ડ્રેડ હેરિસ સાથે હતા પરંતુ બે વર્ષ બાદ તેઓ છૂટા થઈ ગયા હતા.

જાણીતા વૈજ્ઞાનિક અલ્બર્ટ આઈનસ્ટાઈન અને બ્રિટનની રાણી એલિઝાબેથ ચાર્લીના પ્રશંસકો હતા. ચાર્લી મહાત્માં ગાંધીથી ઘણા પ્રભાવિત થયા હતા. તેઓ તેમનું ઘણું સન્માન કરતા હતા. ચાર્લી ચેપ્લિનનું મૃત્યુ 1977માં થયું હતું. કહેવામાં આવે છે કે તેનમા મૃત્યુ પછી તેમના શવની ચોરી તેમના પરિવાર પાસેથી પૈસા માગવાના હેતુથી કરવામાં આવ્યું હતું. પરંતુ તેમના શવને મેળવી લીધા પછી ફરીથી ચોરીથી બચાવવા માટે તેને 6 ફૂટ કોંક્રીટની નીચે દફનાવવામાં આવ્યા હતા. 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp