આ વર્ષે કુંભ મેળો કરાવશે નવી અનુભૂતિ, શ્રદ્ધાળુઓ માટે થઈ રહી છે વિશેષ તૈયારીઓ

PC: money.bhaskar.com

વિશ્વાસ અને શ્રદ્ધાનો સૌથી મોટો તહેવાર કુંભ છે. આ વખતે કુંભ મેળો 15મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. સૌથી મોટું આ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન 4 માર્ચ એટલે કે મહાશિવરાત્રી સુધી ચાલશે. પ્રથમ શાહી સ્નાન 15 જાન્યુઆરીના રોજ થશે. પ્રયાગરાજમાં આ મેળો 50 દિવસ સુધી ચાલવાનો છે. જેમાં યોગી સરકારે વિવિધ તૈયારીઓ કરાવી છે.

કુંભ મેળામાં 2019માં એક ફૂડ હબની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ખાસ વાનગીઓ પીરસવામાં આવશે.

કુંભ મેળામાં એક 'સંસ્કૃત ગ્રામ કુંભ'ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં 17 વિવિધ ગેલેરીઓ બનાવવામાં આવી છે. તે પ્રાગૈતિહાસિક સમયથી લઇને આધુનિક યુગ દર્શાવવામાં આવ્યો છે.

મેળામાં આવતા લોકો માટે 'ખોવાઈ ગયેલા' કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર મેળાના વિસ્તારમાં 15 આવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સિવાય મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે જે ખોવાયેલી વ્યક્તિઓને શોધવામાં મદદ કરશે.

કુંભ મેળાના ઓફિસર ડી.કે. ટ્રિગુણાયતનું કહેવું છે કે 'મેળા' ક્ષેત્રમાં ખુલ્લા વિસ્તારને શૌચથી મુક્ત રાખવા માટે અમે 1,22,000 શૌચાલય સ્થાપિત કર્યા છે. એટલું જ નહીં, વિવિધ જગ્યાઓ પર 50 રિવર્સ-ઓસમોસિસ (આરઓ) વોટર એટીએમ જુદા જુદા સ્થાને સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નંબર અગાઉના કુંભ કરતા આશરે સાડા ત્રણ ગણી વધુ છે. આ શૌચાલયો દ્વારા સમગ્ર મેળા વિસ્તારમાં ઓડીએફ કરેલા હોવાનો પણ લક્ષ્યાંક છે.

આ વર્ષે, પવિત્ર સ્નાન મકર સંક્રાંતિ (15 જાન્યુઆરી), પોષ પૂર્ણિમા (21 જાન્યુઆરી), મૌની અમાવસ્યા (4 ફેબ્રુઆરી), વસંત પંચમી (10 ફેબ્રુઆરી), માહી પૂર્ણિમા (ફેબ્રુઆરી 19) અને મહાશિવરાત્રી (4 માર્ચ) હશે. તેમાં શાહી સ્નાન મકર સંક્રતી, મૌની અમવસ્યા અને વસંત પંચમીએ થશે.

કુંભમેલા 2019 પહેલા શહેરને સુંદર બનાવવા માટે કુંભ મેળા પ્રાધિકરણની 'પેઇન્ટ માય સિટી' પહેલ હેઠળ પ્રયાગરાજના ચારરસ્તાાઓ, ફ્લાયઓવર, ઇમારતો અને દિવાલોને સુંદર ચિત્રોથી સજાવવામાં આવી રહ્યા છે. 5 એજન્સીઓના 1000થી વધુ કલાકારો રોજ દિવસ-રાત કામ કરી શહેરને સુંદર બનાવવા અને અનન્ય દેખાવ આપીને અનોખા અંદાજમાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

કુંભ મેળા 2019માં વર્ચુઅલ રિયાલિટી કિઓસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. આના દ્વારા મેળામાં આવતા લોકો વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ હેડસેટનો ઉપયોગ કરીને 3ડીમાં મેળા ક્ષેત્ર, આરતી, શાહી સ્નાન અને અન્ય નજારા જોવા મળશે. આ માટે એક એપ પણ બનાવવામાં આવી છે જેનું નામ છે VR DEVOTEE.

મેળા ક્ષેત્રમાં એક નેત્ર શિબિર 'નેત્ર કુંભ' પણ યોજવામાં આવ્યો છે. કેમ્પમાં મફત ચેક-અપ અને ચશ્મા વિતરણ કેન્દ્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp