આ છોકરાએ યુટ્યૂબ પર એવો વીડિયો મૂક્યો જેને 20 લાખ લોકોએ જોઇ લીધો

ધણા લોકો યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને સારા ફોલોઅર્સ થકી સારી કમાણી કરતાં હોય છે. યુટ્યુબ પર મોટિવેટ કરતા વીડિયો પણ ઘણા લોકો જુએ છે. મોટિવેશનલ વક્તાઓના વીડિયો ભરપૂર જોવાતા પણ હોય છે. તમે કંઈક કરવા પ્રેરણા આપતા વીડિયોઝ ઘણા જોયા હશે પરંતુ શું તમે એવો વીડિયો જોયો છે જેમાં કંઈ ન કરવા કહેવામાં આવ્યું હોય અને એ છતાં પણ એ વીડિયો લાખો લોકોએ જોયો હોય? એવા વીડિયો વિશે તમને કદાચ ખબર પણ નહીં હોય પરંતુ, એ બાબતે વિચાર કરવાની જરાયે જરૂર નથી. આજે અમે તમને એવા વીડિયો બાબતે જણાવવા જઈ રહ્યા છીએ.

આજકાલ યૂટ્યુબ પર લાખો લોકો વીડિયો બનાવીને પૈસા કમાઈ રહ્યા છે. એવામાં ઇન્ડોનેશિયાના એક યૂટ્યુબરે પોતાના યૂટ્યુબ અકાઉન્ટ પર બેસીને કશું જ ન કરવા અને બે કલાક કરતાં વધારે સમય સુધી રૂમમાં ઘૂરવાનો વીડિયો શેર કર્યો છે. ઇન્ડોનેશિયાઈ YouTuber મુહમ્મદ ડિડિટે આ વીડિયોને સ્થાનિક ભાષામાં ‘2 Jam nggak ngapain-ngapain’ના ટાઈટલથી અપલોડ કર્યો છે. આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો છે. 10 જુલાઈએ શેર કર્યા બાદ અત્યાર સુધી આ વીડિયોને 10 લાખથી વધારેવાર જોવામાં આવ્યો છે. કેટલાક લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરતાં કહ્યું કે, વીડિયો બનાવનારો વ્યક્તિ શૂટ કરતી વખતે શું વિચારી રહ્યો હતો તે લોકો જાણવા માંગે છે જ્યારે, કેટલાક લોકોએ કહ્યું કે, તે રૂમ આગળ ધ્યાન કરી રહ્યો હતો.

તો કશું જ ન કરનારા વીડિયોને લઈને YouTuberએ કહ્યું હતું કે, ઘણા દર્શકોએ તેને શિક્ષિત યુવાઓ સાથે જોડાયલો વીડિયો શેર કરવાનો અનુરોધ કર્યો હતો. એ કારણે જ તે વીડિયો રેકોર્ડ કરવા માટે પ્રેરિત થયો હતો પરંતુ, શૂટ કરતી વખતે કંઈ સમજ ન પડી અને તેણે ‘2 કલાક સુધી કશું જ ન કરવાનો વીડિયો બનાવીને અપલોડ કર્યો. વીડિયો બાબતે જણાવતા એ યૂટ્યૂબરે કહ્યું હતું કે, ‘સારું છે, કદાચ મારે શેર કરવું જોઈએ કે આ વીડિયો કેમ બનાવવામાં આવ્યો હતો. આ બધુ ઈન્ડોનેશિયા સમાજથી શરૂ થયું હતું, જેમણે મને હાલમાં જ યુવાઓને શિક્ષિત કરનારી સામગ્રી બનાવવા માટે આગ્રહ કર્યો હતો. આખરે ભારે મનથી અને અનિચ્છાએ મેં આ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp