પરિણીત પ્રેમિકાથી કંટાળી ડૉક્ટરે આપી દીધું ઝેરનું ઈન્જેક્શન

PC: mirror.co.uk

ગાઝિયાબાદમાં પોલીસે ડાસના વિસ્તારમાંથી 7 સપ્ટેમ્બરના રજો લાપત્તા થયેલી એક મહિલાની મર્ડર મિસ્ટ્રીનો ખુલાસો કરી દીધો છે. ખુલાસમાં જાણવા મળ્યું છે કે ડૉક્ટર પ્રેમીએ મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી, પહેલા તેને નોઈડા લઈ ગયો અને પછી ચંદીગઢ લઈ જઈને તેને ઝેરનું ઈન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી હતી.

આરોપી ડૉક્ટરની ધરપકડ કરી દેવામાં આવી છે. આરોપી પોતે પણ પરણિત છે. આ ઘટના ગાઝિયાબાદના મસૂરી થાણા વિસ્તારની છે. ગાઝિયાબાદમાં એક ડૉક્ટરે પોતાની પરણિત પ્રેમિકાથી પીછો છોડાવવા માટે તેને ઝેરનું ઈન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી હતી. 7 સપ્ટેમ્બરના રોજ ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાંથી 31 વર્ષની મહિલા શબાના યામીન સંદિગ્ધ હાલતમાં ગાયબ થઈ ગઈ હતી. મહિલાની લાપતા થવાની ફરિયાદ મસૂરી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસની લાખ કોશિશો પછી પણ મહિલા મળી ન હતી. હાલમાં જ પોલીસને ખબર પડી હતી કે મહિલા આ વિસ્તારમાં રહેતા એક ડૉક્ટરના સંપર્કમાં હતી. પોલીસની બાતમી મળી કે ડૉક્ટર ઈસ્માઈલે થોડા સમય પહેલા પોતાનો મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો. પોલીસે ડૉક્ટરનો જૂનો નંબર શોધી અને તેના લોકેશનને આધારે આરોપીની ધરપકડ કરી હતી.

સખતાઈથી પૂછપરછ કરવામાં આવતા ડૉક્ટરે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ પોલીસને કહ્યું હતું કે, તે બહાનું કાઢીને મહિલાને હરિયાણા લઈ ગયો હતો. જ્યાં તેને ઝેરનું ઈન્જેક્શન આપીને તેની હત્યા કરી હતી. ડૉક્ટરની પ્રેમિકા છેલ્લા ઘણા સમયથી તેની સાથે રહેવા માટે જિદ કરી હતી અને તેનાથી કંટાળીને ડૉક્ટરે તેનાથી પીછો છોડાવવા માટે તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. મહિલાની હત્યા કર્યા પછી તેની લાશને કુરુક્ષેત્ર વિસ્તારમાં દફનાવી દીધી હતી.

મહિલાના પતિના કહેવા પ્રમાણે, મહિલા ઘરેથી કેટલાંક દાગીના અને આશરે 1 લાખ 90 હજાર રૂપિયા રોકડ તેની સાથે લઈ ગઈ હતી. ડૉક્ટરે તેના પૈસા લઈ લીધા પછી તેની હત્યા કરી હતી. આ અંગે સીઓ મહિપાલ સિંહે કહ્યું હતું કે, હરિયાણાથી પાછા આવ્યા પછી આરોપી ઈસ્માઈલે પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો હતો. જેના કારણે પોલીસને આ કેસનો ખુલાસો કરવામાં 40 દિવસ જેટલો સમય લાગ્યો હતો. હાલમાં પોલીસ આરોપી પાસેથી વધુ જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp