ઝૂંપડીમાં રહેનારો છોકરો બન્યો ISROનો વૈજ્ઞાનિક

PC: entertales.com

25 વર્ષના પ્રથમેશ હિરવે નામનો મુંબઈનો રહેવાસી આજે જે જગ્યા પર છે તે જગ્યાએ પહોંચવા માટે લોકોને ઘણો સમય લાગી જતો હોય છે. પવઈના સ્લમ એરિયામાં પોતાના 10X10ના નાનકડા ઘરમાં દિવસ રાતની મહેનત કરીને ભણનારા પ્રથમેશે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ની પરીક્ષા પાસ કરી લીધી છે. હવે પ્રથમેશ ISROમાં ત્યાંના વૈજ્ઞાનિકોની ટીમ સાથે કામ કરશે. તેની કહાની જેટલી સંઘર્ષમય છે તેટલી જ દિલચસ્પ પણ છે.

ફિલ્ટરપાડા સ્લમ એરિયા ઘણી મોટી આબાદીવાળો વિસ્તાર છે, જ્યાં શાંતિથી ભણવાનું કામ સૌથી અઘરું છે. પ્રથમેશને તેના મિત્રો અને પડોશીઓએ કાયમ વાંચતા જ જોયો છે. તેના મિત્રો અને પડોશીઓ હંમેશા પૂછતા હશે કે, 'તું આટલું ભણી-વાંચીને શું કરશે. પરંતુ તેમની વાતોથી તેના આત્મવિશ્વાસમાં કોઈ ફરક પડતો નહીં.' તેણે કહ્યું હતું કે, 'મારા માતા-પિતા મને સાઉથ મુંબઈમાં એક ટેસ્ટ આપવા માટે લઈ ગયા હતા. જ્યાં એક કરિયર કાઉન્સેલરે તેને સાયન્સને બદલે આર્ટ્સ લેવાનું કીધું હતું. તેણે કહ્યું હતું કે તેનો ભાઈ સાયન્સ માટે કાબિલ છે પણ તે નથી.' આ સાંભળીને પ્રથમેશ ઘણો હતાશ અને નિરાશ થયો હતો, પરંતુ તેણે હાર ન માની. તેણે પોતાના મા-બાપને પણ કહ્યું કે તે હવે એન્જીનીયર બનીને જ રહેશે.

તેના માતાપિતાએ પણ તેને સપોર્ટ આપી 2007માં તેણે ભાગુભાઈ મફતલાલ પોલિટેકનીક કોલેજમાં ઈલેક્ટ્રોનિકલ એન્જીનિયરીંગમાં ડિપ્લોમાં કરવાનું શરૂ કર્યું. શરૂઆતમા તેને ભાષાને લીધે ઘણી મુશકેલીઓ આવી હતી છત્તાં તેણે મહેનત કરી L&T અને ટાટા પાવરમાં ઈન્ટર્નશીપ કરવાનો મોકો મળ્યો.પછી તેણે બી.ટેક પૂરુ કર્યું. આ દરમિયાન તેમે યુપીએસસીની પરીક્ષાઓ પણ આપી પરંતુ તેમાં સફળતા મળી નહીં. તેવામાં ISROમાં નોકરીની ઓફર આવતા તેણે પણ તે પોસ્ટ માટે અપ્લાઈ કર્યું. ટોટલ 16000 લોકોએ ફોર્મ ભર્યું હતું પરંતુ તેમાંથી માત્ર 9 લોકોને પસંદ કરવાના હતા અને ગયા મહિનાની 14 નવેમ્બરે આવેલા પરિણામમાં સિલેક્ટ થયેલા 9 લોકોમાં એક તે પણ હતો. તેને સિલેક્શનથી તેના માતા-પિતા પણ ઘણા ખુશ છે અને પ્રથમેશે પોતાના માતાપિતાને આપેલો વાદો પણ પૂરો કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp