આવી અનોખી રીતે કરી નવા વર્ષની ઉજવણી

PC: khabarchhe.com

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઇ બિરલાએ યુવાનો સેલિબ્રેશનને નવી દિશાથી જોવે તે હેતુંથી 31સ્ટની અનોખી રીતે ઉજવણી કરી. સમગ્ર વિશ્વ જ્યારે નવા વર્ષની ઉજવણીમાં હતું ત્યારે ઘનશ્યામભાઇ બિરલા 68મી વાર બ્લડ કેમ્પ કરી રહ્યા હતા. પોતાના આ કાર્ય અંગે ઘનશ્યામભાઇએ કહ્યુ કે, 31સ્ટની ઉજવણીમાં લોકો પાર્ટીના માહોલમાં નવા વર્ષને આવકારતા હોય છે ત્યારે કંઇક સામાજીક ઉદ્દેશ સાથે મેં દસ વર્ષના ટુંકા ગાળામાં 68 જેટલા બ્લડ કેમ્પ કરીને 1,27,630 બ્લડ બોટલ પૂરી પાડી હતી.  આ ઉપરાંત હું જાતે 84મી વાર રક્તદાન કર્યુ છે.

આ ઉપરાંત, ચક્ષુદાન, દેહદાન, વૃક્ષારોપણ, મેડીકલ કેમ્પ, ફ્રુટ વિતરણ, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ દેશના વિર જવાનો માટેના પ્રોગ્રામ જેવી પ્રવૃતિઓ તેમના દ્વારા કરવામાં આવી રહી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp